રાહુલ દ્રવિડના આગમાન સાથે શાસ્ત્રી અને કોહલીએ બંધ કરેલી આ પ્રથા ફરી કરી શરૂઆત
દિલ્હીઃ ટી-20 ટીમમાંથી વિરાટ કોહલીએ કેપ્ટની છોડતા ટી-20 ટીમની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે. એટલું જ નહીં હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણુંક કરી છે. હેડ કોચ બન્યાં બાદ રાહુલ દ્રવિડ અને રોહિત શર્માએ પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ બંધ કરેલી પરંપરા ફરીથી શરૂ કરી છે. પ્રથમવાર ટીમ ઈન્ડિયા વતી રમી રહેલા હર્ષલને પૂર્વ કિક્રેટર અજીત અગરકરે કેપ આપી હતી.
Harshal Patel makes his T20I debut for India 👏
What a proud moment for the youngster!#INDvNZ pic.twitter.com/klH6snJPZf
— ICC (@ICC) November 19, 2021
અગરકરે હર્ષલને કેપ સોંપવા અંગે ગવાસ્કરે કહ્યું હતું કે, રાહુલ દ્રવિડે ફરી એકવાર તે પ્રથા શરૂ કરી જે બંધ થઇ ગઇ હતી. ડેબ્યુ કરનાર ખેલાડીને પૂર્વ ભારતીય ક્રિકેટરના હાથે ટીમ ઇન્ડિયાની કેપ આપવી. અનિલ કુંબલેએ આ પ્રથાની શરૂઆત કરી હતી. જે પૂર્વ ખેલાડી મેદાનમાં હાજર હોય તેની પાસે જ ડેબ્યુ કરનાર વ્યક્તિને કેપ અપવામાં આવતી હતી. જો કે, શાસ્ત્રી-કોહલીના કાર્યકાળમાં આ પ્રથા બંધ થઇ હતી પરંતુ રાહુલ દ્રવિડે ફરી એકવાર આ પ્રથાની શરૂઆત કરી છે.