1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ફાગણના આગમન સાથે જ ગરમીમાં વધારો, 5 દિવસમાં તાપમાન 37 ડિગ્રી વટાવી જશે
ગુજરાતમાં ફાગણના આગમન સાથે જ ગરમીમાં વધારો, 5 દિવસમાં તાપમાન 37 ડિગ્રી વટાવી જશે

ગુજરાતમાં ફાગણના આગમન સાથે જ ગરમીમાં વધારો, 5 દિવસમાં તાપમાન 37 ડિગ્રી વટાવી જશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનો પારો 35 ડિગ્રીને વટાલી ગયો છે. પણ ચાર-પાંચ દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જાય એવી શક્યતા છે. હાલ પર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે રાત્રિ દરમિયાન પણ વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો નથી. પરંતુ પવનની દિશા બદલાતા જ ગરમીમાં વધારો થશે.

ગુજરાતભરમાં ફાગણ મહિનાના આગમન સાથે જ ગરમીમાં વધારો થયો છે. અમને મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધારે નોંધાઈ રહ્યું છે, હાલ લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત છે. એટલે દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધે તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં પવનની ગતિ સામાન્ય છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગરમીનો પારો સતત વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ સહિત મહાનગરોમાં મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. ત્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયસની આસપાસ નોંધાયું છે. ગુજરાત પર હાલ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, તેને કારણે રાત્રિ દરમિયાન પણ વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો નથી. આગામી 24 કલાક દરમિયાન પવની ગતિ પણ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજયમાં સૌથી વધુ તાપમાન અમરેલી અને ભાવનગર જિલ્લાના મહુવામાં નોંધાયુ હતુ. આ બંને સ્થળ મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે 16.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજ્યના મહાનગરોમાં સુરતનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ વડોદરાનું મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code