1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિયાળાના આગમન ટાણે જ વાઈરલ ફિવર, શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો
શિયાળાના આગમન ટાણે જ વાઈરલ ફિવર, શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો

શિયાળાના આગમન ટાણે જ વાઈરલ ફિવર, શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો

0
Social Share

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. ઠંડીનું ધીમા પગલે આગમન થઈ ગયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં વાયરલ ફિવર, શરદી, ખાંસી સહિતના રોગચાળો વકર્યો છે. શહેરમાં એક મહિનામાં ડેન્ગ્યુના 775  અને ચીકનગુનીયાના 399  કેસ નોંધાવા પામ્યા છે.શરદી ઉપરાંત ખાંસી અને શ્વાસની બીમારીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.દિવાળીના તહેવાર અગાઉ ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં ચાલતી ઓ.પી.ડી.સારવાર લેવા પહોંચતા દર્દીઓની સંખ્યા પણ વધવા પામી છે. આમ દિવાળી ટાણે જ રોગચાળો વકર્યો છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ૩૦ ઓકટોબર સુધીમાં શહેરમાં મેલેરીયાના 95 કેસ, જયારે ઝેરી મેલેરીયાના 16 કેસ તેમજ ડેન્ગ્યુના 775 કેસ નોંધાવા પામ્યા હતા.આ પરિસ્થિતિ જ દર્શાવે છે કે,શહેરમાં મ્યુનિ.દ્વારા કરવામાં આવતી ફોગીંગની કામગીરી કે વિવિધ સાઈટો ઉપર મચ્છર અને તેના બ્રિડીંગ શોધવા માટેની ઝુંબેશ નિષ્ફળ રહેવા પામી છે.શહેરમાં એક મહિનામાં ચીકનગુનીયાના પણ 399 કેસ નોંધાયા છે.ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના દર્દીઓ ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા છે.આ કારણથી દવાખાના કે હોસ્પિટલમાં દિવાળી સમયે જ વિવિધ રોગના દર્દીઓની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગની સ્થિતિ પણ પાણીના પોલ્યુશનની વધતી ફરિયાદોના કારણે ગંભીર બનતી જઈ રહી છે. 30ઓકટોબર સુધીમાં ઝાડા ઉલ્ટીના 542 કેસ નોંધાવા પામ્યા છે.ટાઈફોઈડના 202 કેસ જયારે કમળાના 127 કેસ નોંધાવા પામ્યા છે.કોલેરાનો એક પણ કેસ છેલ્લા એક મહિનામાં નોંધાવા પામ્યો નથી.આ વર્ષે અત્યાર સુધીમાં રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે 75 હજાર 878 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 202 સેમ્પલમાં કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. બેકટોરીયોલોજીકલ ટેસ્ટ માટે 8293 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 161 સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા છે. અમદાવાદમાં હાલમાં ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે.અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code