Site icon Revoi.in

જૂનાગઢની પરિક્રમા પૂર્ણ થવાના હવે ગણતરીના દિવસો બાકી, એસટી બસ સ્ટેન્ડ પર ભીડ જામી

Social Share

જૂનાગઢ: કોરોનાવાયરસના સંક્રમણના કારણે અનેક પ્રકારની યાત્રાઓને સરકાર દ્વારા રોકી લેવામાં આવી હતી. સરકાર દ્વારા કોરોનાવાયરસનું જોખમ ઓછુ થતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી હતી તે બાદ મોટી સંખ્યામાં લોકો જૂનાગઢની યાત્રા માટે પણ આવ્યા હતા. હવે આ યાત્રા પૂર્ણ થવાના અંતે છે. હાલ પરિક્રમા આખરી ચરણમાં હોવાથી શહેરના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ ગિરનાર મધ્યે દર વર્ષે યોજાતી ગિરનારની લિલી પરિક્રમામાં આ વર્ષે મહદ અંશે છૂટછાટ મળતા હજારોની સંખ્યામાં ભાવિકો ગિરનારની પરિક્રમાંમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે,તંત્ર દ્વારા પહેલા માત્ર પ્રતીકાત્મક રૂપે ગિરનાર પરિક્રમા યોજવાનો નિર્ણય લેવાયો હતો,પરંતુ સાધુ-સંતો અને લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઇ સરકાર દ્વારા છૂટ આપવામાં આવી હતી. કોરોનાબાદ તમામ પ્રકારની સ્થિતિ સામાન્ય થતી જાય છે અને લોકો સતર્કતા પણ રાખી રહ્યા છે, આવામાં જાણકારો દ્વારા તે પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં અહિંયા વધારે ભીડ જોવા મળી શકે છે.