Site icon Revoi.in

કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતાં ધો.1થી5ની શાળાઓ શરૂ કરવા સરકાર અવઢવમાં

An empty classroom at Chief Dumile Senior Secondary School in Bizana. The school had one of the worst matric pass rates last year. Picture : ALAN EASON. 26/11/09. ©Daily Dispatch

Social Share

અમદાવાદઃ રાજ્યમાં દિવાળી વેકેશન બાદ ધો.1થી 5ના વર્ગો શરૂ કરવાની સરકારની ગણતરી હતી પણ હાલ કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતા પ્રિ-પ્રાયમરીના વર્ગો શરૂ કરવા સરકાર અવઢવભરી સ્થિતિ અનુભવી રહી છે. શાળાના સંચાલકો અને શિક્ષણિવિદો પણ ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવાની માગણી કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ 21 નવેમ્બરથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનું વિચારણા કરી રહ્યું હતું. જો કે, વર્તમાન પરિસ્થિતિને જોતા તે અશક્ય લાગે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને કારણે સૌથી વધુ નુકશાન શિક્ષણક્ષેત્રે થયું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે ધો. 6થી 12ના વર્ગો શરૂ કરવાની મંજુરી આપતાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે. પરંતુ પ્રિ-પ્રાયમરીના બાળકો છેલ્લા 600 દિવસથી સ્કૂલે ગયા નથી. રાજ્ય સરકાર પ્રી-પાઈમરીના ક્લાસ ફરીથી ખોલવા અને લાંબા સમય સુધી ઓનલાઈન શિક્ષણના કારણે સર્જાયેલા લર્નિંગ ગેપને કેવી રીતે ઘટાડી શકાય તે અંગેની ભલામણો આપવા માટે 11 સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિની ભૂમિકા લર્નિંગ ગેપને દૂર કરવાની રીત સૂચવવા સુધી મર્યાદિત છે. તે વર્ગો ફરીથી ખોલવાની તારીખ અંગે ભલામણ કરી શકશે નહીં, ઓફલાઈન શિક્ષણ ક્યારે શરૂ કરવું તે અંગેનો અંતિમ નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ સાથે પરામર્શન કરીને લેવાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2021-22 માટેનું બીજું સત્ર દિવાળી વેકેશન પૂરું થયાના એક દિવસ બાદ એટલે કે 22 નવેમ્બરથી શરૂ થાય છે. 90 દિવસના સત્રમાંથી 20 દિવસની શનિ-રવિની રજા અને અન્ય જાહેર રજાઓ છે. લર્નિંગ ગેપને ઓછો કરવા માટે  ટૂંકા અને લાંબાગાળાના સમયગાળા માટેના સૂચનો  સમિતીએ આપ્યા છે.  વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રભાવિત થઈ રહ્યા હોવાથી શિક્ષણવિદોએ સરકારને તાત્કાલિક સ્કૂલો ખોલવાની વિનંતી કરી હતી. હાજરી ફરજિયાત ન હોવાથી, ક્લાસ કોવિડ-9ના જરૂરી પ્રોટોકોલ સાથે શરૂ કરી શકાય છે.