- દેશમાં ન્યાય આપવામાં વિલંબ મોટો પડકાર
- પીએમ મોદીએ કાયદાકિય મંત્રીઓની બેઠકમાં કહી આ વાત
દિલ્હીઃ- આજરોજ શનિવારે દેશના વજાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાકીય મંત્રીઓ અને સચિવોની કોન્ફરન્સને વીડિયો કોલથી સંબોધી હતી. આદરમિયાન પીએમ મોદીએ દેશમાં ન્યાયિક વ્યસ્થા વિશે વાત કરી હતી પીએમ મોદીએ દેશની જનતાને કોઈ પણ કેસમાં ન્યાય આપવાને લઈને જે વિલંબ થી રહ્યો છે તે બાબતે પણ ચર્ચા કરી હતી.
ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક અદાલતોની પ્રશંસા કરી હતી. લોક અદાલતોએ લાખો કેસોનું નિરાકરણ કર્યું છે, જેની મદદથી કોર્ટનો કામ કરવાનો ભાર હળવો થયો અને ગામડાઓમાં રહેતા ગરીબોને ન્યાય મેળવવો ખૂબ જ સરળ બન્યો છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સ્વસ્થ સમાજ માટે મજબૂત ન્યાયતંત્ર હોવું અનિવાર્ય છે. આવી સ્થિતિમાં, કાયદો બનાવતી વખતે ધ્યાન રાખવું પડે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નવા કાયદો સમજી શકે. કાયદાની ભાષા એકેય નાગરિક માટે અવરોધ ન બનવી જોઈએ,આ માટે તમામ રાજ્યએ કાર્ય કરવું જોઈએય
પીએમ મોદીે કહ્યુ કે કાયદાકિય તંત્ર સરળ બને તે હેતુ માટે આપણને લોજિસ્ટિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટની પણ જરૂર પડશે. આ દરમિયાન તેમણે ન્યાયમાં વિલંબ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ન્યાય મેળવવામાં વિલંબ એ દેશના લોકો સામે સૌથી મોટો પડકાર છે.
આગળ પીએમ મોદીએ કહ્યું કે, આજે જ્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સરદાર પટેલની જનહિતની પ્રેરણા પણ આપણને સાચી દિશામાં લઈ જશે અને લક્ષ્ય સુધી પહોંચાડશે. ભારતીય સમાજે તમામ પડકારો છતાં સતત પ્રગતિ કરી છે. આપણા સમાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પ્રગતિના પંથે આગળ વધવાની સાથે સાથે આંતરિક રીતે પણ પોતાની જાતને સસુધારવાનો માર્ગ બતાવે છે.