મશૂરદાળ અને દહીંના આ ફેસપેકની મદદથી તમારી ત્વચા પરના દાણા અને ટેનિંગ થશે દૂર
- મશુરદાળનો ફેસપેક ખૂબ ગુણકારી
- ત્વચા પર લાવે છે ગ્લો
હાલ તહેવારોની સિઝન આવી રહી છે,આવી સ્થિતિમાં તમારે તમારી ત્વચાની કાળજી લેવી ખૂબ જરુરી છે, ખાસ કરીને ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાને કોમળ અને ગ્લો કરતી બનાવી શકાય છે,આ માટે આજે મશુરની દાળ તથા દહીંમાંથી બનતા ફેસપેકની વાત કરીશું જે ત્વચા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થશે
આ રીતે બનાવો ફેસપેક
મશુરની દાળ, કોફી અને દહીં આ ત્રણ સામગ્રીની પડે છે જરુર
- સ પ્રથમ દાળને પીસીને્ દાળનો પાવડર તૈયાર કરો
- ત્યાર બાદ ત્રણેય વસ્તુઓને એક ડીશ કે બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેને ચહેરા અને ગરદન પર 15 થી 20 મિનિટ સુધી લગાવો. હવે ચહેરાને સામાન્ય પાણીથી સાફ કરો.
- આ ફેસપેક અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરો.
ફેસપેક લગાવાથી થાય છે આટલા ફાયદા
આ ફેસ પેક લગાવવાથી ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશન ઓછું થશે.
આ ફેસપેકની મદદથી ટેનિંગ સમસ્યા પણ દૂર થાય છે અને ત્વચા પર ગ્લો આવે છે.
આ સહીત જો તમને નાકની આસપાસ બ્લેક હેડ્સની સમસ્યા હોય છે, આવી સ્થિતિમાં તેને લગાવવાથી ત્વચાની આ સમસ્યાથી પણ છુટકારો મળે છે. તેમાં બ્લીચિંગ એજન્ટ પણ હોય છે.
જો તમારી સ્કિન ડલ પડી ગઈ હશે તો ફેસપેકની મદદથી તમારી ત્વચા એકદમ ગ્લો કરતી થી જશે, ડસ્ટ દૂર થશે આ પેક સ્ક્રબ તરીકે પણ કામ કરે છે.