1. Home
  2. ગુજરાતી
  3. આ ફીચરની મદદથી એક સાથે બે ફોનમાં ચાલશે વોટ્સએપ,નંબર વગર પણ કરશે કામ
આ ફીચરની મદદથી એક સાથે બે ફોનમાં ચાલશે વોટ્સએપ,નંબર વગર પણ કરશે કામ

આ ફીચરની મદદથી એક સાથે બે ફોનમાં ચાલશે વોટ્સએપ,નંબર વગર પણ કરશે કામ

0
Social Share

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે WhatsApp Companion Mode દ્વારા યુઝર્સ એકસાથે ઘણા ડીવાઈસમાં પોતાના WhatsApp એકાઉન્ટને ચલાવી શકશે. આવનારા ફીચરની મદદથી યુઝર્સ પ્રાથમિક સ્માર્ટફોન સિવાય અન્ય સ્માર્ટફોન અથવા ટેબલેટ પર WhatsApp ચલાવી શકે છે. આનો અર્થ એ છે કે જો અન્ય ઉપકરણમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, તો તમે નંબર વગર પણ WhatsApp ચલાવી શકો છો. વોટ્સએપે એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર કમ્પેનિયન મોડ રિલીઝ કર્યો છે.નોંધણી દરમિયાન અન્ય ઉપકરણને લિંક કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

તમે એક સમયે માત્ર 4 ઉપકરણોને કનેક્ટ કરી શકો છો.મતલબ કે યુઝર્સ એક જ સમયે બેથી વધુ સ્માર્ટફોન પર વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે.વૉટ્સએપને ટ્રૅક કરતી WaBetaInfo અનુસાર, જો તમે નવા મોબાઇલ પર WhatsAppને લિંક કરશો,તો પ્રાથમિક ડિવાઇસની ચેટ હિસ્ટ્રી પણ તમામ લિંક્ડ ડિવાઇસ પર જશે.કમ્પેનિયન મોડ હેઠળ, તમામ વ્યક્તિગત સંદેશાઓ અને કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.જ્યારે પણ યુઝર તમને વોટ્સએપ મેસેજ મોકલે છે, ત્યારે આ મેસેજ તમામ લિંક્ડ ડિવાઇસ પર જશે.

જો કે અત્યારે બીટા વર્ઝનના કારણે યુઝર્સ વોટ્સએપના કેટલાક ફીચર્સનો લાભ લઈ શકશે નહીં.બીટા વર્ઝન ચલાવતી વખતે, તમે લાઇવ લોકેશન, બ્રોડકાસ્ટ લિસ્ટ મેનેજ કરવા અને સ્ટિકર્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશો નહીં.એ જાણવું જરૂરી છે કે,હાલમાં આ ફીચર માત્ર પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે જ બહાર પાડવામાં આવ્યું છે.કંપની આગામી થોડા અઠવાડિયામાં તેને અન્ય બીટા યુઝર્સ માટે પણ રિલીઝ કરી શકે છે.

જો તમે પણ વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા પ્રોગ્રામનો ભાગ બનવા ઈચ્છો છો.તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વોટ્સએપ સર્ચ કરો.હવે નીચે સ્ક્રોલ કરતા કરતા ‘Become a beta tester’ ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ ‘આઇ એમ ઇન’ પર ક્લિક કરીને અને પછી ‘જોઇન’ પર ક્લિક કરીને તમે બીટા પ્રોગ્રામનો ભાગ બની શકો છો.

સતત મેસેજ નોટિફિકેશનના બોજથી છૂટકારો મેળવવા માટે WhatsApp બીટા વર્ઝનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ સાથે, મેસેજ અથવા ગ્રુપ નોટીફીકેશન આપમેળે મ્યૂટ થઈ જશે.આ ઉપરાંત, કંપનીએ તાજેતરમાં જ કોમ્યુનિટી ફીચર પણ રજૂ કર્યું છે, જેના હેઠળ ઘણા ગ્રુપ્સ એકસાથે જોડાઈ શકે છે.તે જ સમયે, ગ્રુપમાં સભ્યોની સંખ્યા પણ 256 થી વધીને 1,024 થઈ ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code