Site icon Revoi.in

ફેશન વર્લ્ડમાં વઘતુ સિલ્વર રંગના આભૂષણોનું મહત્વ, ઓક્સોડાઈઝ ઓરનામેન્ટ્સ આપે છે શાનદાર લૂક

Social Share

આમ તો દરેક યુવતીઓ પોતાના ઘરેણાની બાબતે ઓક્સોડાઈઝના ઘરેણાને જ મહત્વ આપે છે ,પરંતુ તમે ક્યા પ્રકારની ચોલી અથવા તો કપડાની પસંદગી કરો છો તેના આઘારે તનારે જ્વેલરીમાં શું પહેરવું તે નક્કી કરવાનું હોય છે.

જો તમે સિમ્પલ ચોલી કે જેમાં પ્લેન ચણીયો અને પ્લેન ચોલી પહેરી છે. સાથે દુપટ્ટો ટ્રડિશનલ કેરી કર્યો છે તો તમેરા એક બ્લેક દોરા કે ચેઈન વાળું ઓક્સોડાઈઝનું ડોકિયું  ગળામાં રહેરવું જોઈએ આ સાથે જ નાના ઈયરિંગ્સ પહેરવા જોઈએ.

 

જો તને ગરબે ઘૂમવા હેવી ચણીયા ચોળી પહેરી હોય તો તેના પર તમારે લોંગ ઓક્સોડાઈઝનો હાર , તેની સાથે એક નેક પેક થાય તેવો શાર્ટ હાલ અને લટકણીયા વાળઆ ઝુમખા પહેરવા જોઈએ જેનાથી તમારો લૂક ભરાવદાર બનશે.

 

જો તમે ટ્રડિશનલ ચોલી નથી પહેરી રહ્યા અને તમે લગ્ન પ્રસંગે પહેરાતી ફેન્સી ચોલી પહેરી છે તો તમે આ ચોલી પર ડાયમન્ડ જ્વેલરી કેરી કરી શકો છો.

 

આ સાથે જ જો તમે નવરાત્રીમાં તદ્દન ભરેલી કચ્છી વર્કની ચોલી, કેટીયું કે પછી ભરતકામ વાળા કોી પમ પ્રકારના કપડા પહેર્યા છે તો તમે એક દમ ભરાવદાર ઘરેણા કેરી કરી શકો છો.જેમાં લોંગ સેટ, ડોકિયું, હાથના કડા,બિંદીયા વગેરે તમારા લૂકને વધુ આકર્ષક બનાવશે.