1. Home
  2. ગુજરાતી
  3. શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ફ્રુટ્સના ભાવમાં તોતિંગ વધારો
શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ફ્રુટ્સના ભાવમાં તોતિંગ વધારો

શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ફ્રુટ્સના ભાવમાં તોતિંગ વધારો

0
Social Share

અમદાવાદ: પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ દરેક જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. અસહ્ય મોંઘવારીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. દિવસેને દિવસે મોંઘવારી પણ માઝા મુકી રહી છે. પેટ્રોલ , ખાદ્ય તેલ અને દૂધમાં ભાવ વધારો લોકો હજુ સહન કરી રહ્યા છે. એવામાં હવે ફ્રૂટના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ફ્રૂટના ભાવમાં સતત 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં તમામ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.ખાદ્ય તેલ, દૂધ, અને ફ્રૂટ જેવી જીનવજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થતા વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબજ પરેશાન છે. ત્યારે ફ્રૂટના ભાવમાં સતત 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આવક ઓછી અને ડિમાન્ડ વધારે હોવાના કારણે આ ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાના કારણે લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે તો બીજી તરફ શ્રાવણ માસ હોવાના કારણે પણ લોકો ફ્રૂટ ખરીદવા આવે છે પરંતુ પહેલા 1 કિલો સફરજન લેતા હતા તે માત્ર 500 ગ્રામ સફરજન લેતા થઈ ગયા છે. ત્યારે આ અંગે વેપારીઓનું માનવું છે કે, આગામી 10 દિવસમાં ભાવમાં ઘટાડો થઈ શકે છે.

શહેરના ફ્રુટ્સના વેપારીઓના જણાવ્યા મુજબ સફરજનનો ભાવ 160 થી 200 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિકિલો હતો. તેમજ પપૈયાનો ભાવ 70 થી 80 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 50 રૂપિયા પ્રતિકિલો હતા, મોસંબીનો ભાવ 60 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિકિલો હતા. કેળાનો ભાવ 30 થી 40 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. રાસબરીનો ભાવ 150 થી 200 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 100 રૂપિયા પ્રતિકિલો હતો. કિવીનો ભાવ 150 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 60 રૂપિયા પ્રતિકિલો હતો. પાઈનેપલનો ભાવ 50 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 રૂપિયા પ્રતિકિલો હતો. દાડમનો ભાવ 80 થી 150 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિકિલો હતો.  દ્રાક્ષનો ભાવ 300 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 250 રૂપિયા પ્રતિકિલો હતો. આમ ફ્રુટ્સના ભાવમાં વધારો થયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code