નવી દિલ્હીઃ માર્ચ મહિનાના આરંભ સાથે જ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તેમજ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું.
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. ભોપાલમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે લોકોએ કાળઝાળ ગરમી અનુભવી હતી.
રાજસ્થાનના જયપુરમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહ્યું હતું. જમ્મુમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હી અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી હતી. આગામી દિવસોમાં ઉનાળો આકરો રહેવાની શકયતા છે.