નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં ટેકનોલોજી ક્ષેત્રનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આવામાં એક તરફ ટેક્નોલોજીમાં સતત સુધારો કરવાથી લોકોનું કામ સરળ થઈ રહ્યું છે. બીજી તરફ આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના લીધે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરના સમયમાં સાયબર હુમલાઓમાં ભારે વધારો થયો છે
• દરરોજ 400 થી વધુ સાયબર હુમલા
દેશમાં દરરોજ 400થી વધુ સાઈબર હુમલા થઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સાયબર હુમલામાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. સાયબર હુમલા સામાન્ય લોકો પર નહીં પણ સંસ્થાઓ પર કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર હેકર્સ રિમોટ કોડ દ્વારા સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે લગભગ 64 ટકા સંસ્થાઓ પ્રભાવિત થઈ છે.
• સાયબર હુમલામાં 33 ટકાનો વધારો
સાયબર રિસર્ચ ફર્મના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનામાં દેશમાં સંગઠનો પર સાયબર હુમલામાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં દેશમાં 2628 વખત સાયબર હુમલા કરવામાં આવ્યા છે. આ આંકડો દૈનિક ધોરણે 350 થી વધુ છે. દેશમાં દરરોજ 400થી વધુ સાયબર હુમલા થઈ રહ્યા છે. દેશમાં સાયબર હુમલાના કેસમાં વાર્ષિક ધોરણે આશરે 33 ટકાનો વધારો થયો છે.
• ટારગેટ પર છે આ સંસ્થાઓ
રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હેકર્સે સૌથી વધુ એજ્યુકેશન અને રિસર્ચ સંસ્થાઓને નિશાન બનાવ્યા છે. પછી, સરકાર અને લશ્કરી સંસ્થાઓ સામેલ થઈ. સિવાય હેલ્થકેર, યુટિલિટી, ફાઇનાન્સ, કોમ્યુનિકેશન, બેન્કિંગ, રિટેલ, હાર્ડવેર અને ટ્રાન્સપોર્ટને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર હેકર્સે એશિયાઈ ક્ષેત્રમાં વાર્ષિક 16 ટકા વધુ સાયબર હુમલા કર્યા છે.