Site icon Revoi.in

દિલ્હી-NCRમાં ભીષણ ગરમી સાથે લૂ યથાવત,લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ 

Social Share

દિલ્હી: રાજધાની-એનસીઆર અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં લોકો ભીષણ ગરમીની સાથે લૂ નો સામનો કરી રહ્યા છે.મધ્યપ્રદેશના નોગાંવમાં રવિવારે તાપમાનનો પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.આ દરમિયાન, ઓછામાં ઓછા 16 નગરો અને શહેરોમાં 45 ડિગ્રી સેલ્સિયસ અને તેથી વધુ તાપમાન નોંધાયું છે.ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીએ જણાવ્યું હતું કે,વિદર્ભના કેટલાક ભાગો અને હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે.

દિલ્હીમાં સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં મુંગેશપુર વેધશાળામાં મહત્તમ તાપમાન 47.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.હવામાન વિભાગે કહ્યું છે કે,આગામી ચારથી પાંચ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.IMDએ કહ્યું કે, આગામી બે દિવસમાં મધ્ય ભારતના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય અને તે પછી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે.

આગામી 24 કલાક દરમિયાન, ઉત્તરપૂર્વ ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા ભારે ધોધ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. લક્ષદ્વીપ, કેરળ, આંતરિક તમિલનાડુ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગંગાના પશ્ચિમ બંગાળના ભાગો અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિહાર, દક્ષિણ કોંકણ અને ગોવા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હીના ઘણા ભાગોમાં અને જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, પૂર્વ વિદર્ભ, ઉત્તર રાજસ્થાન ઓડિશા અને છત્તીસગઢના અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ શક્ય છે.