Site icon Revoi.in

બીયુ પરમિશન મુદ્દે સુપ્રીમ કોર્ટે કોઈ રાહત ન આપતા હવે ત્રણ હજાર મિલ્કતોના સીલ ખોલવાની આશા ધૂંધળી બની

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોના કાળમાં એક હોસ્પિટલમાં આગની ઘટના બન્યા બાદ મ્યુનિ.કોર્પોરેશને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન ધરાવતી કોમર્શિલ મિલ્કતો સામે ઝૂંબેશ  હાથ ધરા હતી. તત્કાલીન સમયે બીયુ પરમિશન ન ધરાવતી ત્રણ હજાર મિલ્કતોને સીલ કરવામાં આવી હતી. બી.યુ. (બિલ્ડિંગ યુઝ) પરમિશન નહીં ધરાવતી 3 હજારથી વધારે મિલકતોના સીલનો મામલો આખરે વધારે ગૂંચવાઇ ગયો છે. જ્યાં રાજ્ય સરકારે પરિપત્ર કરી બીયુ સત્વરે મેળવી લેવાની એફિડેવિટને આધારે મિલકતો ખોલી આપવા માટે નીતિ નક્કી કરવા જણાવ્યું હતું, સુપ્રીમે તેને જ કાયદાથી વિપરીત ગણાવી રદ કરી દીધો છે. તહેવારો સમયે આ 3 હજાર મિલકતોના સીલ ખૂલવાની આશા ધૂંધળી બની ગઇ છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ ફાયર સેફ્ટી, બીયુ પરમિશનના મુદ્દે 3 હજારથી વધુ કોમર્શિયલ મિલકતો સીલ કરી હતી. જે બાદ કેટલીક મિલકતના માલિકોએ સુપ્રીમમાં અપિલ કરી હતી. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. દિવાળી સમયે પણ આ કોમર્શિયલ મિલકતો ખુલવાની શક્યતા લગભગ નહીવત થઇ ગઇ છે. હવે મ્યુનિ. ફરી સીલિંગ ઝુંબેશ શરૂ કરે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકારે ગત 8 જુલાઇ 2021ના રોજ જે પરિપત્ર જાહેર કર્યો હતો તે કાયદાથી વિપરીત છે. કોર્ટે સ્પષ્ટ નોંધ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ વહીવટી અસરકારકતા માટે આ પરિપત્ર યોગ્ય નથી. જો આ રીતે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનમાં છૂટ અપાય તો તે નાગરિકોના આરોગ્ય, સલામતી સામે પણ અયોગ્ય ગણાશે. સાથે તેનાથી કાયદાનો હેતુ પણ સરસે નહીં. ગુજરાત સરકારે યોગ્ય પગલા લેવા જોઇએ જેથી કાયદાના શાસનની નિગરાની રહે. જે મિલકતધારકો યોગ્ય બીયુ પરમિશન ધરાવતા નથી, કે બીયુ પરમિશનનો દુરુપયોગ કર્યો છે તેમણે 3 મહિનામાં બીયુ પરમિશનના કાયદાની જોગવાઇઓને અનુરૂપ યોગ્ય પગલા લેવાના રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતુંકે, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા સહિતની સંસ્થાઓએ તેનું પાલન થાય તે જોવું તથા ત્યાં સુધી કોઇ અસરકારક પગલા લેવાના નથી. દુકાનો, હોસ્પિટલ, હોટેલ, સ્કૂલો સહિતની 3 હજાર જેટલી મિલકતો મ્યુનિ.એ જૂન મહિનામાં સીલ કરી હતી. જે તમામ મિલકતોના માલિકને આશા હતી કે, સરકારના આ પરિપત્રને આધારે મ્યુનિ. તંત્ર તેમની મિલકતના સીલ ખોલી આપશે. સીલ કરેલી 3 હજાર મિલકતો પૈકી 25 ટકા કરતાં વધારે મિલકતધારકોએ તો સીલ તો ફરી ધંધો શરૂ કરી દીધો છે. મ્યુનિ.એ મારેલું સીલ તોડનાર સામે ફોજદારી કાર્યવાહી થાય છે. જોકે આ કિસ્સામાં મ્યુનિ.એ પગલા લીધા નથી.