1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CNGના ભાવમાં વધારો પાછો ખેંચો અથવા સબસિડી આપો, રિક્ષાચાલકો 18મી એપ્રિલે હડતાળ પાડશે
CNGના ભાવમાં વધારો પાછો ખેંચો અથવા સબસિડી આપો, રિક્ષાચાલકો 18મી એપ્રિલે હડતાળ પાડશે

CNGના ભાવમાં વધારો પાછો ખેંચો અથવા સબસિડી આપો, રિક્ષાચાલકો 18મી એપ્રિલે હડતાળ પાડશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. સીએનજીમાં ભાવ વધારાને કારણે રિક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આથી સીએનજીના ભાવવધારાના વિરોધમાં રિક્ષા ચાલકો 18 એપ્રિલના રોજ એક દિવસની પ્રતિક હડતાળ પાડશે. CNGના ભાવમાં ઘટાડો અને સબસીડીની માંગ સાથે એક દિવસની પ્રતિક હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અંદાજીત બે લાખ રિક્ષા ચાલકો હડતાળમાં જોડાશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકો હડતાળ કરી ચૂક્યા છે. ત્યારે હવે ફરી એકવાર ભાવ વધારો થતા રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. હાલ CNGનો ભાવ 81.59 રૂપિયાએ પહોંચ્યો છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલની સાથે સીએનજીના ભાવ પણ વધતાં હવે રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે રીક્ષાનું મિનિમમ ભાડું 30 રૂપિયા અને રનીંગ ભાડુ 15 રૂપિયા કરવાની માગ કરવામાં આવી રહી છે. જો રિક્ષાના મિનીમમ ભાડામાં વધારો કરવામાં આવશે તો રિક્ષામાં લોકોને મુસાફરી કરવી મોંઘી પડશે.

ઓટો રિક્ષા વેલફેર કારોબારી અને રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે, સીએનજીના ભાવ વધતા રીક્ષા ચાલકોની હાલતની કફોડી બની છે. CNGના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકો ફરી હડતાળ કરશે. 18 એપ્રિલના રોજ એક દિવસની પ્રતિક હડતાળ પાડશે.  અંદાજે 2 લાખ રિક્ષા ચાલકો હડતાળમાં જોડાશે.

રિક્ષાચાલકો  મિનીમમ ભાડુ 30 રૂપિયા કરવા આને રનીંગ ભાડુ 15 રૂપિયાની માગ કરી રહ્યા છે. રિક્ષાચાલકો  અગાઉ સીએમ, પીએમ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી રજૂઆત કરી ચુક્યા છે. હાલ રિક્ષા ચાલકો જાતે જ 30 રૂપિયા ભાડુ ગ્રાહકો પાસે આજીજી કરી માગી રહ્યા છે. પહેલા 200 રૂપિયામાં ગેસની ટાંકી ફુલ થતી હવે 500 રૂપિયામાં ટાંકી ફુલ થાય છે. કમાણી ઓછી થતા ધરનું  બજેટ પણ ખોરવાયું છે. CNGમાં  સબસિડી આપવા, ગેસમાં ટેક્સ ઘટાડો કરવા અથવા ફ્યુલને જીએસટીમાં સમાવેશ કરવા રીક્ષા ચાલકોની માગ છે. ગ્રાહકો પણ 30 રૂપિયા ભાડુ સાંભળીને રીક્ષામાં બેસવાનું ટાળે છે. પુરતા ભાડા ન નળતા ધંધો પણ નથી થતો. હાલ સરકાર દ્વારા નક્કિ કરેલુ મિનિમમ ભાડુ 18 રૂપિયા અને રનીંગ ભાડુ 13 રૂપિયા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code