Site icon Revoi.in

રશિયાએ NATOની ધમકીના 24 કલાકની અંદર રશિયાએ કર્યું પરમાણુ મિસાઈલ પરીક્ષણ

Social Share

નવી દિલ્હીઃ રશિયાએ પશ્ચિમી દેશો પર પરમાણુ હુમલાની ધમકી આપ્યાના 24 કલાકની અંદર પરમાણુ મિસાઈલ પરીક્ષણ કર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના કમાન્ડરોએ યાર્સ બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણની જાહેરાત કરી છે. રશિયન સરકારી મીડિયાએ એક વીડિયો પણ જાહેર કર્યા છે. જેમાં 50 હજાર કિલો અને 75 ફૂટની મિસાઈલનું મોબાઈલ લૉન્ચિંગ કરાયું હતું. આ પહેલા પુતિને અઢી કલાક રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે પરમાણુ હથિયારના ઉપયોગની ધમકી પણ આપી હતી.

NATO દેશની દખલગીરી પર પુતિનની ધમકી

પુતિને NATO દેશોને યુક્રેન યુદ્ધમાં દખલગીરી ન કરવા માટે ધમકાવ્યું હતું. આ સિવાય તેમણે પરમાણુ હથિયારો સંબંધિત ચેતવણીઓ પણ આપી હતી. પુતિને ફરી વાર પરમાણુ હુમલાની ચીમકી ઉચ્ચારતાં કહ્યું કે, જેણે પણ રશિયા પર હુમલો કર્યો તે બીજા વિશ્વ યુદ્ધ કરતા વધુ ખતરનાક પરિણામ જોશે. જો તેમને ઉશ્કેરવામાં આવશે તો તેઓ પરમાણુ હથિયારો દાગી દેશે. મહત્ત્વનું છે કે, રશિયાના વ્યૂહાત્મક પરમાણુ દળો સંપૂર્ણ રીતે તૈયાર છે.

રશિયા પાસે 6000 પરમાણુ હથિયારો

રશિયા પાસે અંદાજે 150 થી વધુ Yars મિસાઇલો સર્વિસમાં છે. આ સિવાય પુતિન પાસે 6000 પરમાણુ હથિયારો છે. રશિયન સેનાએ એક નિવેદનમાં આ પરીક્ષણની પુષ્ટિ કરી છે. રશિયન સેનાએ કહ્યું, ‘આ પરીક્ષણનો હેતુ મિસાઇલ સિસ્ટમની વ્યૂહાત્મક, તકનીકી અને ઉડાન વિશેષતાઓ વિશે જાણવાનો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેનમાં નાટો સૈનિકો મોકલી શકાય છે. આના જવાબમાં પુતિન અગાઉ પણ કહી ચૂક્યા છે કે સૈનિકો મોકલવા એ નાટો સાથે સીધુ યુદ્ધ હશે.