Site icon Revoi.in

મમતાને કલંક:  મહિલા સીઈઓએ ગોવામાં પુત્રની હત્યા કરી, 4 વર્ષના બાળકની લાશ લઈને બેંગલુરુ ગઈ

Social Share

બેંગલુરુ: બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓએ ગોવાની એક હોટલમાં પોતાના ચાર વર્ષના બાળકની હત્યા કરી. તેના પછી લાશને બેગમાં ભરીને ટેક્સી કરીને બેંગલુરુ ગઈ. ગોવા પોલીસની જાણકારી બાદ કર્ણાટક પોલીસે આરોપી મહિલાને તેના પુત્રની લાશ સાથે એરેસ્ટ કરી લીધી છે.

મહિલાની ઓળખ 39 વર્ષની સૂચના સેઠ તરીકે તઈ છે. તે સ્ટાર્ટઅપ કંપની માઈન્ડફુલ એઆઈ લેબની ફાઉન્ડર અને સીઈઓ છે. સૂચના સેઠ 6 જાન્યુઆરીએ ગોવાના સોલ બનયાન ગ્રાન્ડ હોટલમાં તેના પુત્ર સાથે આવી હતી. સોમવારે તેણે હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું. સૂચના સેઠે પુત્રનું મર્ડર કેમ કર્યું, તેનું કારણ પોલીસે જણાવ્યું નથી. પરંતુ કહેવામાં આવે છે કે પતિ સાથે વિવાદના કારણે તેણે આ પગલું ઉઠાવ્યું.

ગોવા પોલીસ મુજબ, આ ઘટનાની જાણકારી હોટલ સ્ટાફે આપી. જ્યારે હોટલના એક સ્ટાફ રૂમમાં સફાઈ કરવા માટે પહોંયો તો તેણે રૂમમાં લોહીના ધબ્બા જોયા. સ્ટાફે હોટલ મેનેજમેન્ટને આની માહિતી આપી હતી. તેના પછી ગોવા પોલીસને બોલાવવામાં આવી.

પોલીસે સીસીટીવી ચેક કર્યા, તેમાં સૂચના સેઠ પોતાના પુત્ર સાથે હોટલમાં આવતી દેખાય છે. જો કે ચેકઆઉટ સમયે તે એકલી હતી. બાદમાં ગોવા પોલીસ હરકતમાં આવી. હોટલના સ્ટાફે પોલીસને જણાવ્યુ કે સોમવારે મહિલા પોતાના રૂમમાંથી એકલી બહાર નીકળી અને બેંગલુરુ માટે ટેક્સી બુક કરાવવાનું જણાવ્યું. સ્ટાફે મહિલાને કહ્યુ કે કેબનું ભાડું વધારે થશે. તેણે સૂચના સેઠને ફ્લાઈટથી બેંગલુરુ જવાની સલાહ આપી. જો કે તે ટેક્સી દ્વારા જ જવાની જીદ કરી રહી હતી. સ્ટાફે ટેક્સી બોલાવી, તેના દ્વારા સૂચના સેઠ પોતાનો સામાન લઈને બેંગલુરુ માટે ગઈ.

ગોવા પોલીસે ટેક્સી ડ્રાયવરને ફોન કર્યો અને સૂચના સેઠ સાથે વાત કરાવવા જણાવ્યું. પોલીસે સૂચના સેઠને તેના પુત્ર બાબતે સવાલ કર્યો. સૂચના સેઠે દાવો કર્યો કે તેનો પુત્ર ગોવાના ફતોર્ડામાં એક સગાંના ઘરે છે. સૂચના સેઠે એક સરનામું પણ આપ્યું. જો કે તે નકલી હતું.

તેના પછી ગોવા પોલીસની શંકા વધુ પાકી થઈ ગઈ. પોલીસે ટેક્સી ડ્રાયવરને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન પહોંચવા જણાવ્યું. ટેક્સી ડ્રાયવર સૂચના સેઠને લઈને કર્ણાટકના ચિત્રદુર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યો. જ્યાં તેની બેગમાંથી બાળકની લાશ મળી. તેના પછી કર્ણાટક પોલીસે સૂચનાને કસ્ટડીમાં લીધી.

પોલીસ મુજબ, સૂચના સેઠે 2010માં લગ્ન કર્યા હતા. 2019માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. 2020થી પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો. તેના પછી બંનેએ છૂટાછેડાં લીધા. કોર્ટનો આદેશ હતો કે સૂચના સેઠનો પતિ પોતાના બાળકને દર રવિવારે મળી શકે છે. જો કે સૂચના ઈચ્છતી ન હતી કે તેનો પતિ પુત્રને મળે. તેના કારણે તેણે પોતાના પુત્રની હત્યાનું ષડયંત્ર બનાવ્યું હતું.

સૂચના સેઠની લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ, તે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાઈન્ટિસ્ટ છે. તેની પાસે ડેટા સાઈન્સ અને એઆઈમાં કામ કરવાનો 12 વર્ષનો અનુભવ છે. સૂચના સેઠ 2021માં એઆઈ એથિક્સ લિસ્ટમાં 1000 પ્રતિભાશાળી મહિલાઓના લિસ્ટમાં સામેલ હતી. તેના સિવાય તે ડેટા એન્ડ સોસયટીમાં મોજિલા ફેલો, હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેન સેન્ટરમાં ફેલો અને રમન રિસર્ચ ઈસ્ટીટ્યૂટમાં રિસર્ચ ફેલો રહી ચુકી છે.

ધ માઈન્ડફુલ એઆઈ લેબની વેબસાઈટ પ્રમાણે, આ કંપનીની પાસે એઆઈ એથિક્સ, મશીન લર્નિંગ સિસ્ટનું ડેવલપમેન્ટ અને સ્કેલિંગની વિશેષજ્ઞતા છે. આ કંપની ડેટા સાઈન્સ પ્રોજેક્ટ લાઈફ સાયકલ અને રિયલ વર્લ્ડમાં એઆઈ સિસ્ટમને તહેનાત કરવાને પડકાર સમજે છે.