Site icon Revoi.in

રાજકોટમાં ભાઈબીજના દિને મહિલાઓએ સિટીબસ સેવાની મફત મુસાફરીનો લીધો લાભ

Social Share

રાજકોટઃ શહેરમાં ભાઈબીજના પર્વની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સિટી બસ સેવા તેમજ બીઆરટીએસમાં ભાઈબીજના દિને મહિલાઓ માટે મફત મુસાફરીનો નિર્ણય લેવાયો હતો. જેનો માટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. સવારથી શહેરના અલગ-અલગ રૂટો ઉપર મોટા પ્રમાણમાં મહિલાઓએ મફત મુસાફરીનો આનંદ માણ્યો હતો.

રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ભાઈ-બીજના દિને મહિલાઓ માટે મફત મુસાફરીનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણય દિવાળીની ભેટ સમાન હતો, ભાઈ-બીજના દિને શહેરમાં તમામ રૂટ્સ પર મહિલાઓએ મફત મુસાફરીનો લાભ લીધો હતો. સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ લેનાર મહિલાઓએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ. દ્વારા  ભાઈબીજના તહેવાર નિમિત્તે બહેનોને મુસાફરીનો લાભ અપાઈ રહ્યો છે, તે ખૂબ જ સારી બાબત છે. મ્યુનિ.ની આ સુવિધાથી ભાઈ પાસે જતી બહેનોને મોટી મદદ મળે છે અને દૂર રહેતી બહેનો પણ ભાઈ પાસે સરળતાથી પહોંચી શકે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભાઈબીજ ઉપરાંત રક્ષાબંધન અને મહિલા દિવસે પણ આ ખાસ ભેંટ આપવામાં આવે છે, જેનો શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં લાભ લેતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન તેમજ ભાઈબીજ અને વિશ્વ મહિલા દિવસે પણ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મહિલાઓને રાજકોટ સીટી મહાનગરપાલિકા સંચાલિત સીટી બસોમાં નિ:શુલ્ક બસ સેવાનો લાભ આપવામાં આવતો હોય છે અને મોટા પ્રમાણમાં મહિલાઓ પણ આ દિવસોમાં સીટી બસનો ઉપયોગ કરતી હોય છે. બુધવારે બપોર સુધીમાં વિવિધ રૂટ પર મળી અંદાજે 400 કરતા વધુ મહિલાઓ લાભ લીધો હતો. અને સાંજ સુધીમાં 1000થી વધુ મહિલાઓએ આ સુવિધાનો લાભ લીધો હતો.