Site icon Revoi.in

પિઝા-સેન્ડવિચ ખાતી મહિલાઓ ટીવી પર દેખાતી થઇ બંધ,જાણો શા માટે આવું થયું

Social Share

સોશિયલ મીડિયા પર ઘણા વિચિત્ર સમાચાર જોવા અને વાંચવા મળે છે. ત્યાં હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે, જેને જોઈને બધા હેરાન થઇ રહ્યા છે. ખરેખર, તમે બધાએ ટીવી પર પિઝા અને કોલ્ડ ડ્રિંક્સની ઘણી જાહેરાતો જોઈ હશે. આ જાહેરાતોમાં મહિલાઓ કે પુરૂષો જોવા મળ્યા છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પિઝા અને ડ્રિંક્સની જાહેરાતોમાં મહિલાઓના દેખાવ પર પ્રતિબંધ લગાવી શકાય? અથવા જો કોઈ પુરુષ મહિલાને ચા અથવા કોફી સર્વ કરી રહ્યો હોય તો તે જાહેરાત બંધ કરવી જોઈએ? અમે આ વાત ચોક્કસ કહી શકીએ કે,આ વાંચીને તમે બધા ચોંકી જ ગયા હશો,પરંતુ ઈરાનના નવા ટીવી સેન્સરશિપ નિયમ હેઠળ આવી તમામ અજીબોગરીબ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આ અજીબોગરીબ નિર્દેશ હેઠળ મહિલાઓ ટીવી પર પિઝા, ડ્રિંક્સ અને સેન્ડવિચ ખાતા જોવા નહીં મળે.તેમજ ઈરાનમાં વર્ક પ્લેસ સંબંધિત કોઈપણ જગ્યાએ કોઈ પણ પુરૂષ મહિલાને ચા-કોફી પીરસી શકે નહીં અને જો ક્યાંય પણ આવું થાય તો નિર્માતા-નિર્દેશકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે.મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ આ સમાચાર સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય પણ શેર કરી રહ્યા છે.

ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગના પીઆર હેડ આમિર હુસૈન શમશાદીએ આ માહિતી શેર કરી છે.આ નિર્ણય સાંભળીને શહેરના કેટલાક લોકો ખુશ છે તો કેટલાક નિરાશ પણ છે, તેમણે નિર્ણયમાં કહ્યું કે, ‘કોઈપણ મહિલાને સ્ક્રીન પર લાલ રંગનું પીણું પીતી જોવા ન જોઈએ. જો કોઈ આ કરવા માંગે છે, તો મહિલાઓએ IRIB પાસેથી પરવાનગી લેવી પડશે.

જે કોઈ આ નિયમોનું પાલન નહીં કરે, તેના પર પ્રતિબંધો લાદવામાં આવશે. IRIB એ ઇરાની હોમ થિયેટર અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને લાઇસન્સ અને મોનિટર કરવા માટે સતરા નામની પેટાકંપનીને હાયર કરી છે.