દિલ્હી-એનસીઆર અને મુંબઈની મહિલાઓ જૂની ગાડીઓ ખરીદવામાં સૌથી આગળ
સેકેંન્ડ હેન્ડ ગાડી ખરીદવામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પ્રી-ઓન્ડ કારો માટેના પ્લેટફોર્મે આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ ચાલું વર્ષ24 ના ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે મહિલા ખરીદદારોની સંખ્યામાં વધારો દર્શાવે છે. કંપનીના રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય સ્તરે 46 ટકા મહિલાઓએ જૂની કાર પસંદ કરી હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં આ આંકડો 35 ટકા હતો. જે મહિલાઓમાં યુઝ્ડ કારની લોકપ્રિયતા દર્શાવે છે.
• કયા શહેરોની મહિલાઓ આગળ છે?
દિલ્હી-એનસીઆરમાં મહિલા ખરીદદારોની સંખ્યામાં સૌથી વધુ 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પછી મુંબઈમાં તે 46 ટકા હતો. આ પછી બેંગ્લોર અને પુણેમાં ક્રમશ 41 ટકા અને 39 ટકાનો વધારો નોંધાયો હતો. લખનૌ અને જયપુર જેવા નોન-મેટ્રોપોલિટન શહેરોમાં પણ મહિલા ખરીદદારોની સંખ્યામાં નોંધપાત્ર 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
• સૌથી લોકપ્રિય મોડલ કયું હતું?
આ પ્લેટફોર્મ પર મહિલા ખરીદદારો દ્વારા પસંદ કરાયેલ લોકપ્રિય બ્રાન્ડ્સ રેનો ક્વિડ, ગ્રાન્ડ-આઈ10 અને બલેનો હતી. ખાસ કરીને 30 થી 40 વર્ષની વયની મહિલાઓમાં.
કંપનીએ રજૂ કરાયેલા કંપનીના ‘લેડી લક’ પ્રમોશનને આ વધારાનું કારણ જણાવ્યું હતું. આ ઓફર હેઠળ કંપનીએ કારની ખરીદવા પર 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. તેમાં નાણાકીય સમજદારી, પર્યાવરણીય ચેતના અને વધુ સ્વાયત્તતા માટેની ઇચ્છાનો સમાવેશ થાય છે.