લોકસભામાં મહિલા સાંસદો: 1951-52થી 2019ની 17મી લોકસભામાં કેવી રીતે બદલાયા હતા આંકડા?
નરેન્દ્ર મોદી સરકારે પોતાની બીજી ટર્મમાં ઘણાં મહત્વના બિલ પારીત કર્યા છે. તેમાથી એક બિલ મહિલા અનામતને લગતું નારી શક્તિવંદન બિલ છે. જેના પ્રમાણે, મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 1951-52ની પહેલી લોકસભામાં 22 મહિલા સાંસદો હતી અને 17મી લોકસભામાં તેમની સંખ્યા 66ની થઈ છે. આ 54 વર્ષના સમયગાળામાં 16 લોકસભા ચૂંટણીઓ બાદ મહિલા સાંસદોની લોકસભામાં સંખ્યા ત્રણ ગણી વધી છે.
લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ-
ક્રમાંક | વર્ષ | મહિલા સાંસદ | મહિલા સાંસદનું પ્રમાણ |
1 | 1951 | 22 | 4.50% |
2 | 1957 | 22 | 4.45% |
3 | 1962 | 31 | 6.28% |
4 | 1967 | 29 | 5.58% |
5 | 1971 | 28 | 5.41% |
6 | 1977 | 19 | 3.51% |
7 | 1980 | 28 | 5.29% |
8 | 1984 | 43 | 7.95% |
9 | 1989 | 29 | 5.48% |
10 | 1991 | 39 | 7.30% |
11 | 1996 | 40 | 7.37% |
12 | 1998 | 43 | 7.92% |
13 | 1999 | 49 | 9.02% |
14 | 2004 | 45 | 8.29% |
15 | 2009 | 59 | 10.87% |
16 | 2014 | 66 | 12.15% |
17 | 2019 | 78 | 14.6% |
1951માં 4.50 ટકાથી વધીને લોકસભામાં મહિલા સાંસદો 2019માં 12.2 ટકા થયા હતા. મહિલા સાંસદોની સંખ્યામાં થયેલો વધારો આ વર્ષો દરમિયાન સ્થિર રહ્યો છે. આ વર્ષો દરમિયાન 1977, 1989 અને 2004ની લોકસભા ચૂંટણીઓમાં મહિલા સાંસદોની સંખ્યા ઘટી હતી. પરંતુ આને બાદ કરતા 1991થી અત્યાર સુધી લોકસભા ચૂંટણીમાં મહિલા સાંસદોની સંખ્યાનો વધારો સ્થિરતાથી આગળ વધ્યો છે. મહિલા સાંસદોનું 12.15 ટકા જેટલું પ્રતિનિધિત્વ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોની સંખ્યાની રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ 9 ટકા જેટલું રહ્યું છે. જો કે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 33 ટકાએ પહોંચાડવા માટે વધુ લાંબી મજલ કાપવાની છે.
લોકસભાની ચૂંટણીના ઉપલબ્ધ ડેટા મુજબ, 45થી 668 મહિલા ઉમેદવારોની સંખ્યા પહોંચી છે. જે 15 ગણી વધારે છે. જ્યારે પુરુષ ઉદવારોની સંખ્યા સમાન સમયગાળામાં 1474થી 7583 થઈ છે. આ વધારો પાંચ ગણો છે. મહિલા ઉમેદવારોની સંખ્યામાં 15 ગણો નોંધાયેલો વધારો દર્શાવે છે કે આગામી સમયગાળામાં ભારતનીય રાજકીય વ્યવસ્થામાં મહિલા પ્રતિનિધિત્વ વધારવાની પ્રક્રિયા સારી રીતે આગળ વધી રહી છે.
મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો-
ચૂંટણી વર્ષ મહિલા ઉમેદવાર પુરુષ ઉમેદવાર
1957 45 1474
1962 66 1919
1967 67 2302
1971 83 2701
1977 70 2369
1980 143 4486
1984 171 5321
1989 198 5962
1991 330 8419
1996 599 13353
1998 274 4476
1999 284 4364
2004 355 5080
2009 556 7514
2014 668 7583
2019 726 7,322
પુરુષ અને મહિલા ઉમેદવારોમાં 1957થી 2014 સુધીની ચૂંટણીઓમાં સફળતાનો દર ઉડીને આંખે વળગે તેવો છે. મહિલા ઉમેદવારોની સફળતા પુરુષ ઉમેદવારોથી વધારે રહી છે.
મહિલા-પુરુષ ઉમેદવારોની સફળતાનો દર
ચૂંટણી વર્ષ મહિલા ઉમેદવાર પુરુષ ઉમેદવાર
1957 49% 32%
1962 47% 24%
1967 43% 21%
1971 34% 18%
1977 27% 22%
1980 20% 11%
1984 25% 09%
1989 15% 08%
1991 12% 06%
1996 07% 04%
1998 16% 11%
1999 17% 11%
2004 13% 11%
2009 11% 06%
2014 10% 06%
2019 15% 6.3%