- ‘આદિવાસી સમાજની મહિલાઓ પણ બનાવશે’
- આઈફોન આદિવાસી ગૌરવ દિવસ પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ
દિલ્હીઃ- આજરોજ મંગળવારે આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મજયંતિના ખઆસ દિવસને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે નવી દિલ્હીના રેલ ભવનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત દેશમાં હવે દરેક મોરચે મહિલાઓ પોતાની કારકીર્દી બનાવની રહી છએ,ત્યારે દરેક સમુદાયની મહિલાઓ પણ આગળ આવી રહી છે આવી સ્થિતિમાં હવે આઈફોન નિર્માણમાં આદિવાસી સમાજની મહિલાઓ પણ મહત્વની ભૂમિકા ભજવશે.
આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. મંત્રી અશ્વિની વૈષ્ણવે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજની બહેનો પણ ભારતમાં આઈફોન બનાવશે.
‘હવે આઈફોન ભારતમાં બનાવાઈ રહ્યા છે અને તેની સૌથી મોટી ફેક્ટરી બેંગ્લોર પાસે સ્થપાઈ રહી છે. ખુશીની વાત છે કે આદિવાસી સમુદાયની આપણી બહેનો પણ ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરવામાં મહત્વનો ભાગ ભજવશે.
આ ઉપરાંત તેમણે ટ્વિટર પર બિરસા મુંડાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ પણ કર્યું હતું. તેમણે લખ્યું, “ભગવાન બિરસા મુંડા જીની ધરતી પર જન્મજયંતિ પર કોટિશાહ સલામ.”
આ સાથે જ આજે પ્રધાનમંત્રી મોદીએ આદિવાસી ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસા પર ગર્વ વ્યક્ત કરવો અને આદિવાસી સમાજના વિકાસ માટેનો સંકલ્પ એ આ ઉર્જાનો એક ભાગ છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમાજની બહાદુરી, સામુદાયિક જીવન અને સર્વસમાવેશકતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.