દરેક વ્યક્તિએ જ્યારે કોઈ પણ પ્રકારનો આહાર જમે ત્યારે તેણે કેટલીક વાતને જાણી લેવી જોઈએ. સ્ત્રીઓને કેટલીક વાર આ બાબતે ખાસ જાણવું જોઈએ. કારણ કે સ્ત્રીઓને કેટલાક ભાગમાં કેન્સર થવાનો ભય પણ સતાવતો રહેતો હોય છે. જો મહિલાઓ દ્વારા આ પાંચ ફૂડનું નિયમીત રીતે સેવન કરવામાં આવે તો તેમને આ પ્રકારની બીમારી થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.
જો વાત કરવામાં આવે અળસીના બીજની તો તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તે કેન્સર કોષો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. આ બીજ સ્તન કેન્સર સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ બીજ ઝડપી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત બ્રોકોલી કે જેમાં કેન્સર સામે લડતા તત્વો હોય છે, આને ઇન્ડોલ-3-કાર્બીનોલ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તનમાં ગાંઠના કોષોને રોકવામાં મદદ કરે છે. તેથી, તમે આહારમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરી શકો છો.
આમ તો બ્લુબેરી મહિલાઓને પસંદ હોય છે, તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ સ્તન કેન્સરને રોકવામાં મદદ કરે છે. બ્લુબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. બ્લુબેરીમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેઓ કેન્સરને રોકવા માટે કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.