- મહિલાઓએ કરવું જોઈએ વિટામિન-સીનું સેવન
- વિટામીન-સી મહિલાઓ માટે અનેક રીતે ઉપયોગી
- મોટી બીમારીઓથી આપી શકે છે રાહત
આજકાલના ભાગદોડ વાળા જીવનમાં જો વાત કરવામાં આવે સ્વાસ્થ્યની તો તેના પર હાલ કોઈ સંપૂર્ણપણે ધ્યાન આપતુ નથી. મહિલાઓ પણ પુરૂષોની સાથે રેસમાં દોડી રહી છે અને તે પણ પોતાના સ્વાસ્થ્ય પર જોઈએ એટલુ ધ્યાન આપી શકતી નથી. તો આવા સમયમાં મહિલાઓ માટે વિટામીન-સીનું સેવન કરવુ ખુબ જરૂરી છે.
વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને મહિલાઓની રોજની ભાગદોડમાં કેટલાક ફાયદાકારક સપ્લિમેન્ટ છૂટી જાય છે. જેમાંથી એક છે વિટામિન સી, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. ભોજન અને બીજા સપ્લિમેન્ટ દ્વારા રોજ તેનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તે મહિલાઓ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
શરીરમાં તણાવ અને તેની સમસ્યાઓ પણ વિટામીન-સીની કમીના કારણે ઉભી થાય છે. તણાવ શરીર માટે વિભિન્ન પ્રક્રિયાઓને પ્રભાવિત કરે છે. જેમ કે હોર્મોન્સનું નિર્માણ, માસિક ચક્ર, મહિલાઓ અને પુરુષ પ્રજનન ક્ષમતા અને પાચન ક્રિયા વગેરે. વિટામિન સી તણાવ વાળા હોર્મોન્સને ઓછા કરે છે. તેના નિયમિત સેવનથી હાઈ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરી શકાય છે.
જો વાત કરવામાં આવે ગર્ભાવસ્થા દરમિયાન તો ગર્ભમાં રહેલા બાળકની જરૂરિયાતો તેમજ સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે વિટામિન સીની જરૂરી સૌથી વધારે રહે છે. ગર્ભવતી મહિલાઓને વિટામિન સીના સપ્લીમેન્ટ આપીને ગર્ભાવસ્થા સંબંધિત જટિલ સમસ્યાઓના ખતરાને પણ ઓછુ કરી શકાય છે.
વિટામિન સી હૃદય રોગના ખતરાને પણ ઓછુ કરે છે. તે લોહીમાં હૃદયરોગ માટે ઉત્પન્ન કરનારા કારકો જેમ કે હાનિકારક એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડના પ્રભાવને ઓછો કરે છે. જો ઉંમરના આધારે જોવા જઈએ તો 13થી 15 વર્ષના બાળકોને 66 મિલીગ્રામ પ્રતિ દિવસ વિટામીન-સીની જરૂર પડે છે. 16થી 18 વર્ષ માટે 68 મિલિગ્રામ, મહિલાઓ માટે 65 મિલિગ્રામ, ગર્ભવતી મહિલાઓ 80 મિલી ગ્રામ, સ્તનપાન કરાવનારી મહિલાઓ 115 મિલિગ્રામની જરૂર પડે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ વાચકોને વધુ માહિતી મળે તે માટે લખવામાં આવ્યો છે પણ જો કોઈ પણ પ્રકારના અખતરા કરો તે પહેલા જાણકાર અથવા ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.