આવતી કાલે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વનો દિવસ છે આ દિવસે દરેક શિક્ષકોથી લઈને નેતાઓ કે કોી કાર્યક્રમનો ભાગ બનવા જઈ રહેલા લોકો કેસરી સફેદ અને લીલા રંગના વસ્ત્રો પેહરવાનું પસંદ કરે છએ તો આજે સ્ત્રીઓ માટે ખાસ કપડાની પસંદગીને લઈને કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ આ પોષાક તમારી દેશભક્તિના રંગને વઘુ ગહેરો બનાવશે તો ચાલો જાણીએ કયા પ્રકારના વસ્ત્રો તમારા સ્વતંત્રતા દિવસને ખાસ બનાવે છે.
આવતી કાલે સ્વતંત્રતા પર્વ છે ત્યારે દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ ,જો કે આ દિવસે દરેક લોકો ત્રણ રંગોના કપડા પહેરવાનું પસંદ કરે છે પરંતુ આજે આપણે કેટલીક નાની નાની ટિપ્સ જોઈશું જેનાથી દરેક સ્ત્રીની દેશભક્તિ તેના પોષાક પર છલકાશે તો ચાલો જાણીએ આ ટિપ્સ વિશે.
જો તમે ઈચ્છો તો કેસરી દુપટ્ટો સફેદ કુર્તી અને બોટમવેરમાં ગ્રીન લેગિંઝ પહેરી શકો છો. આમ તમે કેસરી સફેદ અને લીલા ધ્વજના રંગોમાં રંગાશો.
જો તમે ઈચ્છો તો સંપૂર્ણ ગ્રીન , વ્હાઈટ કે ઓરેન્જ કપડા પહેરી શકો છો અને આ સાથે જ તમે હેરપીન કોન્ટ્રાસમાં લગાવી શકો છો અને કપડા પર ધ્વજનું પ્રતિક લગાવીને શાનદાર દેખાઈ શકો છો.
સ્વતંત્રતા દિવસના પ્રસંગે, તેઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે આદર દર્શાવતા વંશીય પોશાક પહેરી શકે છે. ખાસ કરીને આ દિવસે તમે ત્રિરંગી સાડી પહેરી શકો છો અથવા સફેદ સૂટ પહેરી શકો છો અને તેની સાથે ત્રિરંગાનો સ્કાર્ફ લઈ શકો છો.
આ સહીત ફ્યુઝન ડ્રેસ અજમાવો જો તમે આ વખતે સ્વતંત્રતા દિવસ પર કોઈ એથનિક આઉટફિટ પહેરવા નથી માંગતા અને કંઈક અલગ ટ્રાય કરવાનું વિચારી રહ્યા છો, તો ફ્યુઝન ડ્રેસ ટ્રાય કરવો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
જો તમે સાડી પહેરવાના ખૂબ જ શોખીન છો અને સ્વતંત્રતા દિવસે પણ સાડીમાં એક અલગ શેડ ફેલાવવા માંગો છો, તો આ વખતે તમે ખાદીની ત્રિરંગી સાડી ટ્રાય કરી શકો છો. આ સાડીઓ સાથે ત્રિરંગાની જ્વેલરી પણ બજારમાં ઉપલબ્ધ છે. જો તમે ઇચ્છો તો, તમે તમારી પસંદગીની ત્રિરંગી સાડીનો ઓર્ડર આપી શકો છો.