સંદેશખાલીની પીડિત મહિલાઓએ TMC અને પોલીસની સાંઠગાંઠ પર સવાલ ઉઠાવ્યા
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ફરી એક વાર ચર્ચામાં છે. અહીં મહિલાઓએ ટીએમસી તેમજ પોલીસની સાંઠગાંઠ સામે મોર્ચો માંડતા રસ્તા પર ઉતરી આવી છે. ઘટના એવી છે કે, ટીએમસી દ્વારા ભાજપ નેતાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. સંદેશખાલીની મહિલાઓએ આ વીડિયોને ખોટો ગણાવતા કહ્યું કે, તૃણમમૂલ કોંગ્રેસ અહીં ભાજપના નેતાઓને ફસાવાવનું ષડયંત્ર રચી રહી છે.
મહિલાઓએ ટીએમસી કાર્યકર્તા પર હુમલો કરતા ખોટા વીડિયો બનાવવાના આક્ષેપ પણ કર્યા હતા. પોલીસે આ દરમિયાન કેટલીક મહિલાઓની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે સંદેશખાલીની મહિલાઓ રસ્તા પર ઉતરી છે . દરમિયાન સ્થાનિક ભાજપ નેતાનો જે વીડિયો બનાવવામાં આવ્યો છે તેમણે ન્યાય માટે કોલકાત્તા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર મામલે મુખ્ય આરોપી મનાતા ટીએમસીના પૂર્વ નેતા શાહજહાં શેખને બચાવવાના અનેક પ્રયાસ થયાના આક્ષેપ થયાં હતા. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ તપાસનીશ એજન્સીઓએ શેખની ધરપકડ કરી હતી. શાહજહાં શેખની ધરપકડ બાદ ટીએમસીએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં હતા. હાલ શાહજહાં શેખ જેલમાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સંદેશખાલી મામલો પશ્ચિમ બંગાળમાં ચગ્યો છે. આ મામલે ભાજપા દ્વારા ટીએમસી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ટીએમસી અને મમતા સરકાર સંદેશખાલી મહિલા ઉત્પીડન કેસમાં મુખ્ય આરોપી શાહજહાં શેખને બચાવવાના પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.