દરેક મહિલાઓને સુંદર ચહેરો પસંદ હોય છે અને સુંદરતા પાછળ હજારોનો ખર્ચ કરે છે. ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુર્ટી પાર્લર અને મોંઘી કોસ્મેટીક વસ્તુઓનો સહારો લે છે. જેથી ઘણીવાર સ્કીનને સાઈડ ઈફેક્ટ થવાનું જોખમ રહે છે. જો કે, હવે મહિલાઓ ઘરે બેઠા-બેઠા ઓછા ખર્ચે અને સાઈડ ઈફેક્ટ વગર વિવિધ ફળ અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને ચહેરાની સુંદરતા નિખારી શકે છે. તેમજ ચહેરાને સ્વસ્થ, સુંદર, દમકતો બનાવી શકે છે.
- સ્ટ્રોબરી ફેસ પેક
સ્ટ્રોબેરીમાં કુદરતી સેલીસિલીક એસિડ હોય છે જે ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને રેશમ જેવી સુંવાળી અને ચમકતી બનાવે છે. આ ઉપરાંત ચહેરા પરના દાગ-ધબ્બાને પણ દૂર થાય છે. બે-ત્રણ સ્ટોરીની પેસ્ટ બનાવીને તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ અને મધ મીક્ષ કરવું જોઈએ. આ પેસ્ટને ચહેરા ઉપર લગાવીને 10થી 15 મીનીટ બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવો જોઈએ. ત્યાર બાદ ચહેરા ઉપર એસ્ટ્રીજન્ટ તથા ગુલાબજળ લગાવવું જોઈએ.
- પપૈયાનું ફેસ પેક
પપૈયામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જેથી સુંદરતામાં વધારો થાય છે. પયૈયાની પેસ્ટ બનાવીને તેની અંદર બે ચમચી કાચુ દૂધ, એક ચમચી મધ અન અડધી ચમચી ગ્લિસરીન મીક્ષ કરવું, આ પેકને ચહેરા ઉપર લગાવીને 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ નાખવો જોઈએ. આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી રેડિકલ્સ દૂર થાય છે. સેન્સિટીવ સ્કીન ધરાવતી મહિલાઓ પણ આ પેસ્ટનો ઉપયોગ કરી શકે છે.
- કેળાનું ફેસ પેક
કેળામાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે જેનાથી ત્વચા સોફ્ટ અને સિલ્કી બને છે. તેમજ ખીલની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. કેળાની પેસ્ટ બનાવીને તેમાં એક ચમકી દહી અને અડધી ચમચી મધ મિક્ષ કરવું. ત્યાર બાદ તેની યોગ્ય પેસ્ટ બનાવીને ચહેરા ઉપર લગાવવી, પેસ્ટ સુકાઈ ગયા બાદ ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ નાખવો. આ પેસ્ટ ચહેરાના છિદ્રોમાં ઉંડે સુધી જાય છે અને સાફ કરે છે. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરનો નિખાર વધે છે.