મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચના રોજ તાજમહેલ સહીતના સ્મારકોમાં મહિલાઓને ફ્રીમાં પ્રવેશ અપાશે
લખનૌ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણએ મહિલાઓને એક ખાસ ભેટ આપી છે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર,તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સિકરી સહિતના તમામ સ્મારકોમાં નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે. એએસઆઈએ પણ તેના આદેશો જારી કરવામાં આવ્યા છે.
શુક્રવારના રોજ પુરાતત્ત્વીય સર્વેક્ષણના સંયૂક્ત ડાયરેક્ટર જનરલ એમ નાંબિરાજન એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓના મફત પ્રવેશ માટે આદેશ જારી કર્યો હતો. ગયા વર્ષે સંસ્કૃતિ મંત્રાલયે મહિલાઓને મફત પ્રવેશ આપવાની સુવિધા શરૂ કરી હતી, જે આ વર્ષે પણ વધારી દેવામાં આવી છે.
અધ્યક્ષ પુરાતત્વવિદો વસંતકુમાર સ્વર્ણકાર એ માહિતી આપી હતી કે મંત્રાલય તરફથી ઓર્ડર મળ્યા છે. તમામ મહિલાઓ, પછી ભલે તે ભારતીય હોય કે વિદેશી, મહિલા દિવસ પર નિ: શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તેમને સ્મારકોમાં પ્રવેશવા માટે ટિકિટ બુક કરવાની જરૂર નથી.
તાજમહેલમાં 10 થી 12 માર્ચ સુધીમાં મુગલ બાદશાહ શાહજહાંના 366 મા ઉર્સ પર પ્રવાસીઓની પ્રવેશ ફ્રીમાં આરપવામાં આવશે. પ્રવાસીઓ 10 અને 11 માર્ચે બપોરે 2 વાગ્યા પછી અને 12 માર્ચે સવારથી સાંજ સુધી નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે.
આ સાથે જ તહખાનામાં સ્થિત શાહજહાં અને મુમતાઝની વાસ્તવિક કબરો પણ જોઈ શકાશે, ત્યારે બાદ 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે પર, પ્રવાસીઓ તાજમહેલ સહિતના તમામ સ્મારકોમાં નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે. આ માટે પણ એએસઆઈએ શુક્રવારે એક આદેશ જારી કર્યો હતો.
સાહિન-