ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓને મળશે વધારે સુરક્ષા: ગૂગલ, ફેસબૂક અને ટ્વિટર જેવી કંપનીઓની કંઇક આ રીતે તૈયારીઓ
- મહિલાઓને વધારે સુરક્ષિત કરવામાં આવશે
- ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલા થશે સુરક્ષિત
- મોટી કંપનીઓની કંઇક આ રીતે તૈયારી
દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વના અનેક દેશોમાં મહિલા વિરુદ્ધ ડિજિટલ પ્લેટફોર્મ પર અણબનાવો બને છે. આવા સમયમાં સૌથો મોટો પડકાર તે કંપનીઓ માટે છે જે કંપનીના માધ્યમ દ્વારા ગઠિયા લોકો મહિલા સાથે છેતરપિંડી કે ખોટા કામ કરે છે.
હવે આ બાબતે મહિલાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર વધારે સુરક્ષા મળે માટે વિશ્વની મોટી કંપનીઓ જેમ કે ફેસબુક, ગુગલ અને ટ્વિટર જેવી કંપનીઓ આગળ આવી છે.
ટ્વિટર, ગૂગલ, ફેસબુક અને ટિકટોક જેવી ટેક કંપનીઓએ ઓનલાઇન ગુનાઓ દૂર કરવા તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓની સુરક્ષા વધારવા કમર કસી છે. આ કંપનીઓ દ્વારા વર્લ્ડ વાઇડ વેબ ફાઉન્ડેશન (WWWF) નો સંપર્ક કર્યા પછી જ આ માહિતી આપવામાં આવી છે. WWWFએ ગુરુવારે આ અંગે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, ઓનલાઇન જાતી આધારિત હિંસા અને ગુનાઓ અંગેની અમારી બેઠક દરમિયાન મોટા પ્રમાણમાં મહિલાઓની એ માંગ રહી હતી કે તેમની પોસ્ટ પર કોણ ટિપ્પણી કરે છે તેનું નિયંત્રણ કરવાનો તેમને અધિકાર હોવો જોઈએ.
જો કે આ બાબતે કોઇ પોસ્ટ પર માત્ર મહિલા હોવાના કારણે ગમે તે કમેંટ પાસ કરી જાય અને મહિલાઓને અપમાનીત થવુ પડે તે અસહ્ય વાત છે. WWWFએ જણાવ્યું હતું કે, ‘કંપનીઓ દ્વારા નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી કરવામાં આવશે. વેબ ફાઉન્ડેશને એમ પણ કહ્યું હતું કે દર વર્ષે તે કંપનીઓ દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ અંગે જાણ કરશે.
વેબ ફાઉન્ડેશનના સિનિયર પોલિસી મેનેજર અઝમિના ધ્રોડિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ વાંધાજનક ટિપ્પણીઓ અથવા આવી સામગ્રી પર પગલા લેવા વારંવાર રિપોર્ટિંગ કરી સિસ્ટમ્સમાં સુધારો કરવાનો આગ્રહ રાખે છે.
ટેક કંપનીઓએ ગુરુવારે પેરિસમાં યુએન જનરેશન ઇક્વાલિટી ફોરમના મંચ પર આ પ્રતિબદ્ધતા કરી હતી. ટિકટોક અમેરિકાના પોલિસી ડિરેક્ટર તારા વાધવાએ કહ્યું કે, ‘આવતા મહિનામાં, અમે અમારા પ્લેટફોર્મ પર ઘણા બધા ફેરફારોનું ટેસ્ટીંગ કરીશું અને અગ્રતાના ધોરણે કામ કરીશું.