- ભારતમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બની
- હવે એરફઓર્સમાં પણ મહિલાઓનો દબદબો
- શલિજા ધામીની ફ્ન્ટલાઈન કોમ્બેક્ટ યુનિટની કમાન સંભાળશે
દિલ્હીઃ- દેશમાં સતત મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે મોદી સરકારના અથાગ પ્રયત્નથી હવે વાયુસેના અને થલસેનામાં પણ મહિલાઓની ભરતી થઈ રહી છે એવા સમયે હવે ભારતીય વાયુસેનાએ પશ્ચિમી સેક્ટરમાં ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટને કમાન્ડ કરવા માટે ગ્રુપ કેપ્ટન શલિજા ધામીની પસંદગી કરી છે.
ગ્રુપ કેપ્ટન શલિજા ધામી લાયકાત ધરાવતા ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર છે. તેમને 2003માં હેલિકોપ્ટર પાઈલટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની પાસે 2,800 કલાકથી વધુ ઉડ્ડયનનો અનુભવ છે. તેમણે વેસ્ટર્ન સેક્ટરમાં એક યુનિટના ફ્લાઈટ કમાન્ડર તરીકે પણ સેવા આપી છે. હાલ તેઓ ફ્રન્ટલાઈન કમાન્ડ હેડક્વાર્ટરની ઓપરેશન બ્રાન્ચમાં તૈનાત છે.
જો કે આ દેશમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે જ્યારે કોઈ મહિલા અધિકારીને આ યુનિટની કમાન સંભાળવા જઈ રહી છે,ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન આર્મીમાં કર્નલની બરાબર છે. શાલિજા ધામી પંજાબના લુધિયાણાની રહેવાસી છે. તેણે લુધિયાણામાં અભ્યાસ પણ કર્યો છે. તેમને એક પુત્ર પણ છે. શાલિજા ચેતક અને ચિતા હેલિકોપ્ટર ઉડાવી રહી છે. તેના નામે ઘણા રેકોર્ડ પણ નોંધાયેલા છે.