- નાકની નથણી મહિલાઓની સુંદરતા વધારે છે
- નાકમાં નથ ન પહેરવું અશુભ મનાઈ છે
મહિલાઓની સુંદરતા આભુૂષણોમાં રહેલી છે તે પણ એક સત્ય છે,દરેક મહિલાઓ આભૂષણઓ થકી પોતાને સજાવે છે જો કે દરેક આભુૂષણોની પોતાની એક ખાસિયત છે ,પાયલ હોય કે નાકની નથ હોય તેને પહેરવા પાછળ ઘાર્મિક કારણોની સાથે સાથે હેલ્થની દ્ર્ષ્ટિએ પણ તે મનહત્વ ધરાવે છે.નાકમાં નથ પહેરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે અને આજે પણ મોટાભાગની યુવતીઓ નાકમાં નથ જરૂર પહેરે છે.
નાકની નથ અપરણિત બંને પ્રકારની સ્ત્રીઓ પહેરી શકે. અલગ પ્રદેશની અંદર નોઝ રિંગનુ અલગ મહત્વ હોય છે. હિન્દુ પરંપરા અનુસાર લગ્નના દિવસે સ્ત્રી નથ પહેરે છે.હિન્દુ ઘાર્મિક માન્યતાઓ પ્રમાણે પતિના મૃત્યુ પછી સ્ત્રીની નથ કાઢી નાખવામાં આવે છે, તે એક રીતે સુહાગની નિશાની કહેવામાં આવે છએ એટલે જ જ્યારે જે સ્ત્રીનો પતિ દુનિયામાં હયાત છે અને તે સ્ત્રી નથ મથી પહેરતી તો અશુભ માનવામાં આવે છે.
એક પરંપરા પ્રમાણે 16 વર્ષની ઉંમરે કન્યાના નાક વિઁધવાની પણ પરંપરા છે.જે પરંપરાગત રીતે લગ્ન યોગ્ય ઉંમર છે. તેને દેવી પાર્વતીને આદર અને સન્માન આપવાનો એક માર્ગ તરીકે પણ જોવામાં આવે છે, જે લગ્નની દેવી છે.
હેલ્થની રીતે જોવા જઈએ તો ડાબા નાકના ભાગમાં અગ્રણી ચેતા મહિલાઓને પ્રજનન અંગો સાથે સાંકળવામાં આવે છે, કારણ કે સ્ત્રીઓ ડાબા નાસિકા પર નથણી પહેરે છે. આ સ્થિતિમાં નાકને વેધનથી બાળકનો જન્મ સરળ રીતે થઇ જાય છે. નાક પર કોઈ ખાસ નોડ નજીક નાક વેધન, સ્ત્રીઓમાં માસિક સમયગાળા દરમિયાન પીડાને ઓછું કરવામાં મદદ કરે છે.આયુર્દેવમાં આ કારણો હેલ્થ માટે અપાય છએ અને એઠલે કે નાકને ડાબી બાજૂજ હંમેશા વિંધવામાં આવે છે.