Site icon Revoi.in

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં મહિલાઓની ભાગીદારી વધીઃ 56 ટકા ખાતા મહિલાઓના

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJD) હેઠળ લાખો લોકોએ બેંકમાં ખાતા ખોલાવ્યાં છે. PMJDYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 46.25 કરોડ કરતાં વધારે લાભાર્થીઓને બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ થઇ, લોકોએ રૂ. 1,73,954 કરોડ જમા કરાવ્યા છે. દેશમાં 46.25 કરોડ PMJDY ખાતાઓમાંથી, 37.57 કરોડ (81%) સંચાલિત થઇ રહ્યા છે. લગભગ 56% જન ધન ખાતાધારકો મહિલાઓ છે અને 68% જન ધન ખાતાઓ ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં છે. દેશમાં PMJDY ખાતાધારકોને 31.94 કરોડ રૂપે કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ, 2014ના રોજ તેમના સ્વતંત્રતા દિવસ નિમત્તે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન PMJDYની જાહેરાત કરી હતી. જ્યારે એ વર્ષે 28 ઑગસ્ટના રોજ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, ત્યારે વડાપ્રધાનએ આ શરૂઆતને આર્થિક વિષકારી ચક્રમાંથી ગરીબોની મુક્તિની ઉજવણીનો એક પ્રસંગ ગણાવી હતી. PMJDYની 8મી વર્ષગાંઠ નિમિત્તે, નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આ યોજનાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, “નાણાકીય સમાવેશને યોગ્ય નાણાકીય ઉત્પાદનો, માહિતી અને સંચાર તકનીકો અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા આર્કિટેક્ચરના આધારે નીતિ-આધારિત હસ્તક્ષેપની જરૂર છે. PMJDYની શરૂઆતથી જ દેશે આ વ્યૂહરચના અપનાવી છે જેથી દેશના લોકો માટે આ યોજનાના ઉદ્દેશ્ય લાભોને શ્રેષ્ઠ બનાવી શકાય.

કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી ડૉ. ભાગવત કરાડે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નાણાકીય સમાવેશ માટેની સૌથી દૂરગામી પહેલ છે. નાણાકીય સમાવેશ એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે કારણ કે તે સમાવેશી વૃદ્ધિ માટે સક્ષમ છે. તે ગરીબોને તેમની બચતને ઔપચારિક નાણાકીય પ્રણાલીમાં લાવવા માટે, તેમના પરિવારોને પૈસા મોકલવા ઉપરાંત તેમને વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર કાઢવાનો માર્ગ પૂરો પાડે છે.”

ડૉ. કરાડે કહ્યું, “PMJDYની 8મી વર્ષગાંઠ પર, આ યોજનાનું મહત્વ પુનરોચ્ચાર કરવામાં આવ્યું છે. PMJDY સરકારની લોકો-કેન્દ્રિત આર્થિક પહેલ માટે પાયાનો પથ્થર બની ગયું છે. ભલે તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કોવિડ-19 નાણાકીય સહાય, PM-કિસાન, મનરેગા હેઠળ વેતનમાં વધારો, જીવન અને આરોગ્ય વીમા કવચ હોય, પ્રથમ પગલું દરેક પુખ્ત વ્યક્તિને બેંક ખાતું પ્રદાન કરવાનું છે, જે PMJDY લગભગ પૂર્ણ કરી ચૂક્યું છે.