વુમન્સ પ્રીમિયર લીગ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાઇનલમાં દિલ્હીને 8 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાઈનલ મેચમાં શ્રેયંકા પાટીલ અને મોલિનેક્સની શાનદાર બોલિંગના કારણે દિલ્હીનો દાવ 18.3 ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગયો હતો. હવે RCBને ટાઈટલ જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો છે. શ્રેયંકા પાટીલે ચાર વિકેટ લીધી હતી.
RCBએ ધીમી પરંતુ સ્થિર શરૂઆત કરી હતી. મંધાના અને સોફી ડિવાઈન વચ્ચે પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 31 રનનું બનાવ્યા હતા. આ પછી એલિસ પેરીએ અણનમ 35 અને રિચા ઘોષે અણનમ 17 રન બનાવીને મેચ જીતી લીધી હતી.