1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહિલા આરક્ષણ બિલ એ બહેનોને રક્ષાબંધનની ભેટ છેઃ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
મહિલા આરક્ષણ બિલ એ બહેનોને રક્ષાબંધનની ભેટ છેઃ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન

મહિલા આરક્ષણ બિલ એ બહેનોને રક્ષાબંધનની ભેટ છેઃ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજસેલ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મહિલાઓ​​ વજાપ્રધાન મોદીને અભિવાદન કરવા મોટી સંખ્યામાં ઊમટી પડી હતી​​​​​ હતી. ખૂલ્લી જીપમાં વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલે મહિલા કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ મહિલાઓની જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, માતા બહેનોના આશીર્વાદ મળે તેનાથી મોટું સૌભાગ્ય શું હોય. તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી દીકરાને મોકલ્યો તે દીકરાએ કામ કર્યું, હંમેશની જેમ રક્ષાબંધન પર ઘણી રાખડીઓ મળી હતી, અમારા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મે પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલા તો કહેવાય નહી. નારી શક્તિ વંદન અધિનિયમ મારી બહેનોની સપનાના પુર થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે.

મહિલા આરક્ષણ બિલ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને સંસદમાં પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે મંગળવારે સાંજે આવી પહેચ્યા હતા. વડાપ્રધાન મોદીનું અભિવાદન કરવા અમદાવાદ શહેર ભાજપ દ્વારા ‘નારી શક્તિ વંદન અભિનંદન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો બહેનોને વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું આ સાથે જ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.  વડાપ્રધાને તમામ માતા બહેનોને નમન કરતા કહ્યું, માતા બહેનોના આશીર્વાદ મળે તેનાથી મોટી સૌભાગ્ય શું હોય. આજે મને તમારા બધાના મોઢા પર ખુશી જોવા મળી રહી છે. તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી દીકરાને મોકલ્યો તે દીકરાએ કામ કર્યું, હંમેશની જેમ તમે રક્ષાબંધન પર ઘણી રાખડીઓ મળી હતી, અમારા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મે પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલા તો કહેવાય નહી. નારી શક્તિ વંદન અધિનિયમ મારી બહેનોની સપનાના પુર થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છાઓ આપુ છું,

વડાપ્રધાન મોદીએ મહિલાઓને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાના બનાવવામાં આવતા હતા. ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યા. બહેન દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું હતું. ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો હતો. મહિલાઓ માટે રોજગાર વધાર્યો હતો. મહિલાઓ માટે સરકારી યોજનાઓ બનાવી હતી. મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી હતી. ડેરી ક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. તે ઉપરાંત આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. રાજ્યમાં 2.5 લાખથી વધારે સખી મંડળો કાર્યરત થયાં છે. ગુજરાત સરકારે ગર્ભવતી માતાઓના પોષણ માટે કામ કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતાં કહ્યું હતું કે, નીતિ સાફ, નિયત નેક હોય તો સારાં કામ થાય છે, મોદી સાહેબે નીતિથી કામ કર્યું છે. ટ્રિપલ તલાક, 370 અને હવે અનામત ત્રણેય નિર્ણય તેમના કાર્યકાળમાં થયા છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી ભારતને વિકસિત કરવાનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટેનું કમિટમેન્ટ પૂરું થયું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સભાને સંબોધતાં કહ્યું હતું કે, દેશમાં મોટી સંખ્યામાં બહેનો છે, બહેનો સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે, અનેક વખત મહિલા અનામત બિલ લાવીને તેમનું અપમાન કર્યું હતુ. આજે બધો અન્યાય દૂર થયો છે. મોદી સાહેબની નીતિ અને નિયત છે, બહેનોને લાભ મળવો જ જોઈએ. દેશની બહેનોને અધિકાર મળે એ માટે મોદીએ પ્રયત્ન કર્યા, દરેક પાર્ટીના સાંસદોને મોદીને સમર્થન આપવું પડ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code