નવી દિલ્હીઃ દુબઈમાં રાત્રે સુકાની સોફી ડિવાઈનના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવીને મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં તેનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટના નુકસાન પર માત્ર 126 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન લૌરા વોલ્વાર્ડે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી રોઝમેરી મેયર અને એમેલિયા કેરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે એડન કાર્સન, ફ્રાન જોનાસ અને બ્રુક હેલીડેએ એક-એક વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી એમેલિયા કેરે સૌથી વધુ 43 રન બનાવ્યા જ્યારે બ્રુક હેલીડેએ 38 રન અને સુઝી બેટ્સે 32 રન બનાવ્યા. એમેલિયા કેરને પ્લેયર ઓફ ધ સિરીઝ અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.