Site icon Revoi.in

વર્ક ફ્રોમ હોમ, અને ઓનલાઈન શિક્ષણને લીધે ગુજરાતમાં મોબાઈલ-નેટના 4.4 લાખ ગ્રાહકોનો વધારો થયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા. ઘણા લોકોએ રોજગારી ગુમાવી હતી. પણ નવરાશની પળોમાં લોકોએ મોબાઈલફોન અને નેટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં એપ્રિલમાં નવા 4.4 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેરાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 3.4 લાખ જેટલા નવા મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં વધારો થયો હતો, આ અહેવાલ TRAI દ્વારા ગત અઠવાડિયે રજુ કરવામાં આવ્યો છે. વર્ષ 2020- 21માં મજબુત શરૂઆત પછી, અપ્રિલના પ્રથમ અઠવાડિયામાં નબળી શરૂઆત હતી. પછી નવા નેટ કનેકશનમાં ઉછાળો જોવા મળ્યો હતો.

કોવીડ- 19 ની બીજી લહેરની શરૂઆતમાં મોબાઈલ રીચાર્જ અને નવા કનેક્શનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.ત્યારબાદ મોબાઈલનેટના ગ્રાહકોમાં ધરખમ વધારો થયો હતો. ગુજરાતમાં આ વર્ષે, માર્ચમાં જે 6.94 કરોડ મોબાઈલ કનેક્શન હતા, જે વધીને એપ્રિલમાં 6.97 કરોડ સુધી વધ્યા હતા.

ભારતભરમાં પણ, આ વર્ષે નેટ કનેક્શનમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને, કોરોનાની બીજી લહેર દરમ્યાન લોકડાઉન હતું, જેથી લોકો નેતનું રીચાર્જ કરાવી શક્યા ના હતા. નવા નેટ કનેક્શનની માંગમાં તાત્કાલિક ઉછાળો, પેન્ડેમિક અને લોકડાઉન હટાવ્યા બાદ જોવા મળ્યો છે. કારણ કે, તાજેતરમાં વર્ક ફ્રોમ હોમનું ચલણ પણ ખુબ વધ્યું છે. આ સિવાય, ઓનલાઈન શિક્ષણ વધવાથી પણ વ્યક્તિગત નેટ વપરાશમાં રાતોરાત વધારો થયો છે.

TRAI ના ડેટા અનુસાર, ભારતી એરટેલના નવા 72,536 કનેક્શન અને રિલાયન્સ જીઓના નવા 3.6 લાખ નવા નેટ કનેક્શન જોવા મળ્યા છે. જ્યારે,બીજી બાજુ BSNL ના 10,592 નેટ કનેક્શન રદ થયા છે, અથવા તો ગ્રાહકોએ કંપની બદલાવી નાંખી છે. અને માત્ર એપ્રિલમાં વોડાફોન- આઈડિયા, એટલે કે vi ના 1,610 નેટ કનેક્શન ઘટી ગયા હતા.