વર્કફ્રોમ હોમની હેલ્થ પર પડી રહી છે માઠી અસર,અભ્યાસમાં થયો ખુલાસો – જાણો કઈ રીતે
- વર્કફ્રોમ હોમની હેલ્થ પર પડી રહી છે માઠી અસર
- એઈમ્સ દ્રારાકરાયેલા અભ્યાસમાં થયો ખુલાસો
- પીઠનો દુખાવો,નબળાઈ જેવા કેસોનું પ્રમાણ વધ્યું
કોરોનાકાળ બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે,મોટા ભાગના લોકો ઘરેથી કામ કરવાનું પસંદ કરીરહ્યા છએ તો દેશભરમાં કેટલીક કંપનીઓ પોતાના કર્મીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી રહી છે,જો કે તેની માઠી અસર હવે કર્મચારીના હેલ્થ પર જોવા મળી રહી છે,એક જગ્યા પર બેસી રહેવાના કારણે શરીરમાં દુખાવો થવાથી લઈને હાથ-પગ અકળાઈ જવા જેવી ફરીયાદો વધી રહી છે.
આ બાબતે એઈમ્સના એક અભ્યાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમને કારણે લોકોની બેસવાની મુદ્રા બદલાઈ ગઈ છે. તેની અસર હાડકાં પર પડી છે.લાંબા સમય સુધી લેપટોપ અને મોબાઈલ ફોન પર ઘરે બેસીને કામ કરવાથી લોકો માટે સીધા ઊભા રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ઘણા કિસ્સાઓમાં કરોડરજ્જુ 120 ડિગ્રી સુધી વાળવાનું શરૂ કરે છે. તે જ સમયે, જ્ઞાનતંતુઓમાં અકડાઈ, શરીરમાં નબળાઈ, ગરદનમાં દુખાવો જેવા લક્ષણો પણ સામાન્ય થઈ ગયા છે.
નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ના ડોક્ટરોએ છેલ્લા એક વર્ષમાં ઘરેથી કામ કરવાના કારણે આવતા ફેરફાર અંગે ગંભીર ખુલાસો કર્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે માર્ચ 2020 થી જૂન 2021 વચ્ચે આવા દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. જેમને પીઠમાં જકડતા, જ્ઞાનતંતુઓમાં જકડાઈ, શરીરમાં નબળાઈ, ગરદનમાં દુખાવો સાથે આખા શરીરમાં જકડાઈ જવાનો અનુભવ થાય છે.
500થી વધુ દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓ સાથે ડોકટરોએ વાત કરી તો જાણવા મળ્યું કે તેમને ઓફિસ કરતાં ઘરેથી વધુ કામ કરવું પડે છે. સવારથી રાત સુધી ખુરશીમાં બેસીને કામ કરવાને કારણે તેની મુદ્રા બદલાઈ ગઈ છે. સૂતી વખતે પગ સીધા થઈ શકતા નથી. ક્યારેક હિપમાં, ક્યારેક કમરમાં, ક્યારેક ગરદનના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. ડોક્ટરોનું માનવું છે કે કરોડરજ્જુ જે 180 ડિગ્રી પર હતી તે હવે 120 ડિગ્રીના ખૂણા પર આવવા લાગી છે. આનાથી બચવું ખૂબ જ જરૂરી છે.