દિલ્હીઃ દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજીટલ ક્રાંતિ આવી હોય તેમ ઈન્ટરનેટ વપરાશ કરતા લોકોની સંખ્યા વધીને 4.9 અબજ ને પાર થઈ ગઈ ગઈ છે. દુનિયાના લગભગ 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. દુનિયામાં હજુ વિશ્વની 2.90 અબજ લોકો ઇન્ટરનેટથી વંચિત છે જેમાંના 96 ટકા વિકાસશીલ દેશોમાં રહે છે.
છેલ્લા કેટલાક વર્ષોંમાં ઓનલાઇનની બોલબાલા વધતા ઇન્ટરનેટ જરુરીયાત બની ગયું છે. આફ્રીકામાં 35 ટકા પુરુષો અને 24 ટકા મહિલાઓ ઇન્ટરનેટ વપરાશ કરે છે. અરબ દેશોમાં 68 ટકા પુરુષો જયારે 54 ટકા મહિલાઓ ઇન્ટરનેટ સાથે જોડાણ ધરાવે છે. જયારે એશિયા -પેસિફિકમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા પુરુષોનું પ્રમાણ 59 અને મહિલાઓનું પ્રમાણ 54 ટકા છે. પછાત અને અવિકસિત દેશોમાં મહિલાઓ અને પુરુષો વચ્ચેનો ઇન્ટરનેટ વપરાશ ગેપ 50 ટકા જેટલો છે.
મોટા ભાગના અલ્પ વિકસિત દેશો આફ્રીકામાં આવેલા છે. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યૂનિકેશન યૂનિયન 2021ના વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટંમાં જણાવ્યા મુજબ વિકસિત દેશોમાં 89 ટકા જયારે 88 ટકા મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જો કે વિકાસશીલ અને અવિકસિત દેશોમાં ડિજીટલ ડિવાઇડ સુધી ખાઇ ઉંડી છે. વિકાસશીલ દેશના શહેરી વિસ્તારોમાં 76 ટકા જયારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા 39 ટકા લોકો ઇન્ટરનેટ યૂઝ કરે છે. આમ વિકાસશીલ દેશોના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બમણો તફાવત જોવા મળે છે.
વિશ્વવ્યાપી લોકડાઉનના ગાળામાં ઇન્ટરનેટના ઉપયોગમાં 10 થી 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. વિકાસશીલ દેશોમાં 13 ટકા જયારે પછાત દેશોમાં 20 ટકા વધારો થયો હતો. પુરુષો અને મહિલાઓ વચ્ચેનો ડિજીટલ ગેપ ધીમે ધીમે ઓછો થઇ રહયો છે. છેલ્લા બે વર્ષમાં ૮૦ કરોડ વધુ લોકો મોબાઇલમાં ઇન્ટરનેટ કનેકશન રાખતા થયા છે.
(Photo-File)