Site icon Revoi.in

વિશ્વ બેંક એ રસીકરણ અભિયાનના કર્યા વખાણ, જો કે 200 કરોડના લક્ષ્યાંકને ગણાવ્યું પડકાર રુપ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારી દરમિયાન રસીકરણ અભિયાને મહત્વનો ભોગ ભજવ્યો છે ત્યારે હવે ભારતમાં થી રહેલા રસીકરણના વિશ્વ બેંક એ પણ વખાણ કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભારતના રસીકરણ અભિયાનની વર્લ્ડ બેંક એ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતે ખૂબ જ ઓછા સમયમાં એક અબજ કોવિડ વેક્સિનના ડોઝનું લક્ષ્ય હાંસલ કર્યું છે, પરંતુ હવે બે અબજ સુધી પહોંચવું પડકારજનક રહેશે.

બેંકના અર્થશાસ્ત્રીઓ દ્રારા કહેવામાં આવ્યું છે કે  છેલ્લા તબક્કામાં રસીકરણની વધુ સારી સુવિધા પૂરી પાડીને કોરોના મહામારી પર કાબૂ મેળવવાની દિશામાં મોટું પગલું હાંસલ કરી શકાય છે. ભારતે તેના ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને અત્યાધુનિક ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રસીકરણ અભિયાનમાં પ્રભાવશાળી સિદ્ધિઓ મેળવી છે. આ દ્વારા, દેશે તેની વસ્તીને કોરોના વાયરસથી બચાવવામાં સર્વાંગી સફળતા હાંસલ કરી છે

વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્ર આરુષિ ભટનાગર અને ઓવેન સ્મિથે તેમના બ્લોગમાં લખીને જણાવ્યું હતું કે ભારતે કોવિડ-19 રસીકરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તે સાચી વાત છે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે હવે આગામી એક અબજ ડોઝના લક્ષ્ય સુધી પહોંચવું આ સાથે જ  ગરીબ વસ્તી સુધી રસી આપવા માટે પહોંચવું પડકારજનક હશે, કારણ કે રસીકરણ સુવિધાઓ અને કેન્દ્રો સુધી તેમની પહોંચ જ્ઞાન અને જાગૃતિના અભાવને કારણે અવર સાબિત થઈ શકે છે.