- તાલિબાનીઓ પર આર્થિક સંકટના વાદળો છવાયો
- વિશ્વબેંક પણ આર્થિક સહાય રોકી
દિલ્હીઃ- તાલિબાનાએ ઓફઘાનિસ્તાન પર કબજો મેલ્યા બાદ તેમની જીત થી છે જો કે આર્થિક મોરચે તચાલિબાનીઓ એ સંકની સ્થિતિમાંથી પસાર થવું પડે તો નવાીની વાત નહી હોય, અફઘાનને પચાવી ચૂકેલા તાલિબાનીઓ માટે આર્થિક રીતે ઘણું સહવન કરવાનો વારો આવી શકે છે,તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. તાલિબાન દ્વારા સતાવણી અને હુમલાની સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી રહી છે. દરમિયાન, વિશ્વ બેન્કે પણ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનને આર્થિક મદદ બંધ કરી દીધી છે. વિશ્વ બેન્ક અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે.આ પહેલા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ પણ અફઘાનિસ્તાનને આપવામાં આવતી સહાય બંધ કરી દીધી છે. 19 ઓગસ્ટના રોજ, IMF એ કહ્યું કે અફઘાનિસ્તાન હવે આઈએમએફના સંસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. તેને કોઈ નવી મદદ પણ નહીં મળે.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ફેડરલ રિઝર્વ અને અન્ય યુએસ બેન્કો દ્વારા પ્રતિબંધિત રોકડ અનામતને તાલિબાનના હાથમાં જવાથી રોકવા માટે આ પગલાં લીધાં છે. બાઈડેન એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે અમેરિકામાં અફઘાન સરકારની સેન્ટ્રલ બેંકની કોઈ પણ સંપત્તિ તાલિબાનને ઉપલબ્ધ થશે નહીં અને નાણાં મંત્રાલયની પ્રતિબંધિત યાદીમાં જ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકાએ પણ કડક નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી અમેરિકા તાલિબાનના હાથમાંથી રોકડ રોકવા માટે પગલાં લઈ રહ્યું છે. આ શ્રેણીમાં અમેરિકાએ સેન્ટ્રલ બેન્ક ઓફ અફઘાનિસ્તાનની સંપત્તિ, લગભગ 9.5 અબજ ડોલર અથવા 706 અબજ રૂપિયાથી વધુ સ્થિર કરી હતી. એટલું જ નહીં, અમેરિકાએ અફઘાનિસ્તાનને રોકડ પુરવઠો પણ બંધ કરી દીધો જેથી દેશના પૈસા તાલિબાનના હાથમાં ન જાય.