Site icon Revoi.in

વર્લ્ડ બાઈસિકલ ડેઃ સારા આરોગ્ય માટે નિયમિત સાયકલિંગ જરૂરી

How do I prepare for a cycling tour?

Social Share

ભારત સહિત દુનિયાના તમામ દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. જો કે, હજુ પણ સાઈકલની લોકપ્રિયતા એટલી જ છે જેટલી પહેલા હતી. પોતાના સારા આરોગ્ય માટે મોટાભાગના લોકો સાઈકલનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં ભારતને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અનેકવાર પોતાની સાઈકલ લઈને સંસદ ભવન જતા હોવાના વીડિયો સામે આવ્યાં છે. આ ઉપરાંત ફિલ્મ અભિનેતા સલમાન ખાન સહિતના સેલેબ્રિટી પણ અવાર-નવાર માર્ગો ઉપર સાયકલ લઈને ફરતા હોવાનો વીડિયો સામે આવ્યાં છ. ભારતમાં સાયકલએ સામાન્ય રીતે ગરીબ પરિવારનું મુખ્ય વાહન છે. જો કે, હવે ધનાઢ્ય પરિવારના સભ્યોમાં પણ સાયકલનો વપરાશ વધ્યો છે. એટલું જ નહીં યુરોપિયન દેશમાં સાયકલનો વધારે ક્રેઝ છે. સાયકલના ઉપયોગથી આરોગ્યની જાળવણી સાથે પ્રદુષણ ઘટે છે. ભારત સહિત દુનિયાભરમા આજે વર્લ્ડ બાઈસિકલ ડેની ઉજવણી કરવામાં આવી.

યુવાનોમાં ફિટનેસ માટે સાયકલ ચલાવવા પસંદ કરે છે. કેટલાક લોકો પોતાની હેલ્થ મેઈન્ટેઈન કરવા માટે પણ સાયકલ ચલાવે છે. દિવસમાં બેથી 30 કિમી સાયકલ ચલાવવાથી યુવાની લાંબી ચાલતી હોવાનું મનાય છે. અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીરના બધા જ અંગો એક્ટિવ થઈ જાય છે તેમજ બોડીની ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. જેથી લોકો ઓછા બીમાર પડે છે. સાઇકલ ચલાવવાથી બોડીના તમામ સેલ્સ પણ મજબૂત થઈ જાય છે. બેઠાડુ જીવનના કારણે મોટાપણું, હૃદયરોગ અને ડાયાબિટીઝ જેવી સમસ્યાઓ વધી રહી છે. ત્યારે ફિટ અને આકર્ષક દેખાવા યુવાનો સાયકલિંગ તરફ વળ્યાં છે. નિયમિક સાયકલ ચલાવવાથી સારું આરોગ્ય અને કેન્સરનો ખતરો ઘટે છે. આમ સાઇકલ ચલાવવાથી બીમારીઓને દૂર રહે છે. યુવાનોમાં લેટેસ્ટ ગિયરવાળી સાઇકલ ટ્રેન્ડમાં છે. જેની કિંમત 5500 સુધીની 8500 રૂપિયા સુધી થાય છે.