Site icon Revoi.in

વર્લ્ડ બ્લડ કેન્સર ડે 2022: આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો તે જાણો

Social Share

વર્લ્ડ બ્લડ કેન્સર દિવસ દર વર્ષે 28 મેના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસ ઉજવવાનું કારણ લોકોમાં બ્લડ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનું છે.કેન્સરના ઘણા પ્રકારો હોઈ શકે છે જેમાં સ્તન કેન્સર, મોઢાનું કેન્સર, ચામડીનું કેન્સર, ગળાનું કેન્સર, બ્લડ કેન્સર વગેરેનો સમાવેશ થાય છે.બ્લડ કેન્સરને સમયસર ઓળખવું ખૂબ જ જરૂરી છે, તેથી દર વર્ષે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો,આવો જાણીએ બ્લડ કેન્સર વિશે.

બ્લડ કેન્સર શું છે?

આપણા શરીરમાં 3 પ્રકારના રક્તકણો હોય છે જેમાં પ્લેટલેટ્સ, લાલ રક્તકણો અને શ્વેત રક્તકણોનો સમાવેશ થાય છે.ત્રણેય રક્ત કોશિકાઓ સ્ટેમ સેલમાંથી આવે છે જેનું કામ રક્ત કોશિકાઓ બનાવવાનું અને વિકસાવવાનું છે.જ્યારે રક્તકણો કામ કરવાનું બંધ કરે છે ત્યારે બ્લડ કેન્સર થાય છે.

બ્લડ કેન્સર કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે.આ બીમારીમાંથી બહાર આવવા માટે બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેક પદ્ધતિઓની મદદ લેવામાં આવે છે.

બ્લડ કેન્સર સારવાર

જો શરૂઆતમાં જ બ્લડ કેન્સરની ઓળખ થઈ જાય તો દવાની મદદથી તેને ઠીક કરી શકાય છે. આ રોગની સારવાર માટે દવા એ સૌથી સામાન્ય રીત છે. દવાઓ લેવાથી કેન્સરના કોષોને વિકાસ થતા અટકાવી શકાય છે.

બ્લડ કેન્સરથી છુટકારો મેળવવા માટે રેડિયેશન થેરાપી પણ લેવામાં આવે છે, પરંતુ એવું પણ કહેવાય છે કે ક્યારેક આ થેરાપી નિષ્ફળ જાય છે.

બ્લડ કેન્સરની સારવાર માટે ડોક્ટરો કીમોથેરાપીની પણ મદદ લે છે. કેમોથેરાપી દ્વારા કેન્સરના કોષોનો નાશ કરી શકાય છે. આમ કરવાથી, કોષો શરીરના ભાગોને અસર કરી શકતા નથી.