Site icon Revoi.in

‘વર્લ્ડ બ્રેઈલ ડે’, લુઈ બ્રેઈલના યોગદાનને સમ્માન આપવા બ્રેઈલ ડેની ઊજવણી

Social Share

નવી દિલ્હીઃ આજે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવામાં આવી રહ્યો છે. બ્રેઈલ લિપિના આવિષ્કારક લુઈ બ્રેઈલના જન્મદિવસના ભાગરૂપે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવામાં આવે છે. લુઈ બ્રેઈલનો જન્મ વર્ષ 1809માં થયો હતો. સંયુક્ત રાષ્ટ્રએ શિક્ષા, સંચાર અને સામાજિક સમાવેશના ક્ષેત્રમાં લુઈ બ્રેઈલના યોગદાનને સમ્માન આપવા માટે દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

બ્રેઈલ એક સાર્વભૌમિક કોડ છે, જે સંસ્કૃત, અરબી, ચીની, હિબ્રૂ, સ્પેનિશ તથા અન્ય ભાષાઓમાં લખવા અને વાંચવાના ઉપકરણ રૂપે કાર્ય કરે છે. આ અવસરે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના અંતર્ગત રાષ્ટ્રીય સંસ્થાન અને સમગ્ર ક્ષેત્રીય કેન્દ્ર દેશમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.