Site icon Revoi.in

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થપાશે

Social Share

ગાંધીનગરઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થાપવાની જાહેરાત ગિફ્ટસિટી હવે વૈશ્વિક ઓળખ બની જશે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે. આમ, ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે. ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ-સ્ટેમને તેની શિક્ષણ પોલિસીમાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, ત્યારે નિર્મલા સીતારમણે બજેટ 2022-23 દરમિયાન ગાંધીનગરમાં ફિનટેક, સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં સ્થપાશે એવી જાહેરાત કરી છે, જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવશે. કેન્દ્રીય નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે ઇન્ટરનેશનલ જુરિસ્ડિક્શનમાં આવતા કેટલાક વિવાદનો સમયસર ઉકેલ લાવવા ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બિટેશન સેન્ટર શરૂ કરાશે, જેને પગલે ગિફ્ટ સિટીના આઇએફએસસીમાં સ્થપાયેલી કંપનીઓ સાથે જો કોઇ વિવાદ થાય તો આ ઓથોરીટિની મદદથી ઝડપી વિવાદ ઉકેલ આવી શકે છે.

ગિફ્ટ સિટી આઇએફએસસીના સૂત્રોએ જણાવ્યું હતું કે નાણામંત્રીએ કરેલી જાહેરાતને પગલે ફિનટેક ક્ષેત્રે મોટી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી આવશે તો દેશમાં ઊભરતા ટેક્નોલોજી અને ફાઇનાન્સના સમન્વયને લગતા અભ્યાસક્ષેત્રે ફાયદો થશે, સાથે આર્બિટેશન સેન્ટરને પગલે કામગીરી અટકી પડવાને પગલે જે-તે વિવાદ કે નવી બાબત આવે તો એનો ઓથોરિટીથી ઉકેલ આવી શકશે. ઇન્ટરનેશલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.