Site icon Revoi.in

વર્લ્ડકપ IND Vs SA: દક્ષિણ આફ્રિકાના 6 બેટ્સમેન આઉટ, ચહલે સૌથી વધુ 3 વિકેટ્સ લીધી

Social Share

વર્લ્ડકપની 8મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો. સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની 6 વિકેટ પડી ચૂકી છે. ક્રિસ મોરિસ અને એંડિલે ફેહલુકવાયો ક્રીઝ પર છે. દક્ષિણ આફ્રિકાએ પાવરપ્લે (શરૂઆતની 10 ઓવર)માં 34 રન બનાવ્યા અને બંને ઓપનર્સ હાશિમ અમલા અને ક્વિંટન ડિકોકની વિકેટ્સ ગુમાવી. બંનેએ જસપ્રીત બુમરાહે પેવેલિયન મોકલ્યા.

બંને ઓપનર્સ હાશિમ અમલા અને ક્વિંટન ડિકોકના જલ્દી આઉટ થયા પછી ઇનિંગને સંભાળી રહેલા વાન ડર દુસેન અને કેપ્ટન ફાક ડુપ્લેસિસને યુજવેન્દ્ર ચહલે એક જ ઓવરમાં આઉટ કરી દીધા. ટીમનો સ્કોર જ્યારે 78 રન હતો, ત્યારે જ યુજવેન્દ્ર ચહલે પોતાની બીજી ઓવરના પહેલા બોલમાં ડુસેન અને છેલ્લા બોલમાં ડુપ્લેસિસને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. કુલદીપે 23મી ઓવરમાં જેપી ડુમિનીને એલબીડબલ્યુ કરી દીધો.

આ મેચમાં બંને ટીમો 2-2 સ્પિનર્સની સાથે ઉતરી છે. કુલદીપ યાદવ-યુજવેન્દ્ર ચહલ ભારત, જ્યારે ઇમરાન તાહિર-તબરેઝ શમ્સી દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ-11નો હિસ્સો છે.

જસપ્રીત બુમરાહના બોલ પર રોહિત શર્માએ સ્લિપ પર તેનો કેચ પકડ્યો. અમલા જ્યારે આઉટ થયો ત્યારે દક્ષિણ આફ્રિકાના 3.2 ઓવરમાં 11 રન હતા. આ મેચમાં બંને ટીમો 2-2 સ્પિનર્સ સાથે ઉતરી છે. કુલદીપ યાદવ-યુજવેન્દ્ર ચહલ ભારત, જ્યારે ઇમરાન તાહિર-તબરેઝ શમ્સી દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ-11નો હિસ્સો છે.

ટીમ ઇન્ડિયાની આ ટુર્નામેન્ટની આ પહેલી મેચ છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની આ ત્રીજી મેચ છે. દક્ષિણ આફ્રિકાને પોતાની શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડના મેદાન પર બંનેની વચ્ચે આ ચોથી વનડે છે. આ પહેલા રમવામાં આવેલી 3 વનડેમાંથી 2ને જીતવામાં ટીમ ઇન્ડિયા સફળ રહી છે.