Site icon Revoi.in

વર્લ્ડ કપ 2023 – સાઉથ આફ્રિકાની સામે જીત બદલ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હીઃ વિતેલા દિવસે ભારતે સાઉથ આફ્રિકાની સામે શાનદાર જીત હાંસલ કરી હતી.C ભારતે 5 નવેમ્બરે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 243 રનના માર્જિનથી મોટી જીત નોંધાવી હતી.

એટલું જ નહી આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. જ્યાં કોહલીએ પોતાની 49મી સદી ફટકારીને પૂર્વ ભારતીય મહાન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. જાડેજા વર્લ્ડ કપના આ સત્રમાં પાંચ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો છે. ટીમ ઈન્ડિયાની ટૂર્નામેન્ટમાં સતત આઠમી જીત છે.

આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમની આ બીજી હાર છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. આ ઐતિહાસિક જીત પર દેશના પીએમ સહિત અનેક રાજકીય હસ્તીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે વિરાટ કોહલીને તેના જન્મદિવસ પર શ્રેષ્ઠ ભેટ મળી છે. PMએ તેમના X હેન્ડલ પરથી પોસ્ટ કર્યું, “આપણી ક્રિકેટ ટીમ ફરી એકવાર વિજયી બની છે! સાઉથ આફ્રિકા સામેના શાનદાર પ્રદર્શન માટે ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મહાન ટીમવર્ક. તેણે આજે શાનદાર ઇનિંગ રમનાર વિરાટ કોહલીને જન્મદિવસની શાનદાર ભેટ પણ આપી છે.

આફ્રિકન ટીમનો કોઈપણ બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો જાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ લીધી હતીક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ભારતે 3-3 મેચ જીતી છે. ODI ક્રિકેટમાં, બંને ટીમો વચ્ચે રમાયેલી 91 મેચોમાંથી, ભારતે 38 અને દક્ષિણ આફ્રિકાએ 50માં જીત મેળવી છે, જ્યારે ત્રણ મેચ અનિર્ણિત રહી હતી.