1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડ કપઃ ભારત- શ્રીલંકા મેચ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ માં આતિશબાજી ન કરવાનો BCCI એ લીધો નિર્ણય , આ છે કારણ
વર્લ્ડ કપઃ ભારત- શ્રીલંકા મેચ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ માં આતિશબાજી ન  કરવાનો BCCI એ લીધો નિર્ણય , આ છે કારણ

વર્લ્ડ કપઃ ભારત- શ્રીલંકા મેચ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ માં આતિશબાજી ન કરવાનો BCCI એ લીધો નિર્ણય , આ છે કારણ

0
Social Share

મુંબઈઃ  તાજેતરમાં દેશભરના શહેરોમાં પ્રદુણષનું સ્તર જાણે વઘતુ જોવા મળી રહ્યું છએ આવી સ્થિતિમાં હવે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચોમાં દર્શકો વર્લ્ડ કપ મેચ દરમિયાન અને બાદ જે આતશબાજી ની મજા માણતા હતા તે હવે  મજા માણી શકશે નહીં.

પ્રાપ્ત વિગત અનુસાર સતત બગડતી હવાની ગુણવત્તા વચ્ચે, બીસીસીઆઈએ તાજેતરમાં બંને શહેરોમાં ફટાકડાનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી છે.આ સાથએ જડ આવલતીકાલે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો શ્રીલંકા થશે અને સોમવારે ફિરોઝશાહ કોટલામાં બાંગ્લાદેશ અને શ્રીલંકા  એકબીજા સામે ટક્કર આપતા જોવા મળશે જો કે આ દરમિયાન પણ દર્શકોને આતશબાજી જોવા મળશે નહી.

 BCCI સેક્રેટરી જય શાહે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, ‘મેં ઔપચારિક રીતે આ મામલો ICC સમક્ષ ઉઠાવ્યો છે અને મુંબઈ અને દિલ્હીમાં આતશબાજી નહીં થાય. આનાથી પ્રદૂષણનું સ્તર વધી શકે છે. બોર્ડ પર્યાવરણીય મુદ્દાઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને હંમેશા ચાહકો અને હિતધારકોના હિતોને અગ્ર સ્થાને રાખે છે. 

આ સાથે જ બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મુંબઈ અને દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકીને બોર્ડ એક મજબૂત સંદેશ આપી રહ્યું છે. તેમણે કહ્યું, ‘આ જનહિતનો સંદેશ છે, જે નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારશે. આ એક દાખલો બેસાડવાનો અને સમાજમાં મોટું પરિવર્તન લાવવાનો એક માર્ગ છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી અને તેની આસપાસની હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં છે રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત ચોથા દિવસે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધવામાં આવતા દિલ્હી અને તેની આસપાસના શહેરો મંગળવારે ધુમ્મસભર્યા રહ્યા હતા. શહેરમાં હવાની ગુણવત્તામાં બગાડ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈને બીસીસીઆઈઊ દ્રારા આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code