વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી: હેડફોન લગાવીને મોટા અવાજે ગીતો સાંભળનારા દસ લાખ લોકો બહેરા થવાનો ડર
BMU ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર હેડફોન વડે મોટેથી મ્યુઝિક સાંભળવાથી બહેરાશ આવવાની સંભાવના વધી શકે છે.
હાલમાં સમગ્ર વિશ્વમાં આશરે 10 લાખ યુવાનો હેડફોન લગાવીને કે મોટેથી સંગીત સાંભળતા હોય છે. આ બંને સ્થિતિમાં બહેરાશ આવવાની શક્યતા નકારી શકાય નહીં. આ અંગે WHOએ ચેતવણી આપી છે. હાલમાં થયેલાં સંશોધન મુજબ, 430 મિલિયનથી વધુ લોકો, અથવા વિશ્વની વસ્તીના પાંચ ટકાથી વધુ, હાલમાં બહેરાશથી પીડાય છે. WHOના અનુમાન મુજબ, 2050 સુધીમાં આ સંખ્યા વધીને 700 મિલિયન (70 કરોડ) થઈ જશે.
WHOએ આ સંશોધન પછી યુવાનોને સાવધાન થવા જણાવ્યું છે. છેલ્લા બે દાયકામાં અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં પ્રકાશિત થયેલા અંદાજે તેત્રીસ અલગ અલગ અભ્યાસના તારણો પછી નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે જેમાં 12-34 વર્ષની વયના 19,000 થી વધુ સ્પર્ધકો સામેલ થયા હતા. અને આ તારણના પરિણામો ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
(ફોટો: ફાઈલ)