Site icon Revoi.in

વિશ્વ હેરિટેજ દિવસ: દુનિયાની 1199 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પૈકી 933 સાંસ્કૃતિક સ્થળો અને 227 કુદરતી સ્થળોનો સમાવેશ

Social Share

નવી દિલ્હીઃ વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 1982માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના મહત્વના સ્મારકો અને સ્થળોનો પ્રચાર અને સંરક્ષણ કરવાનો છે.

વર્લ્ડ હેરિટેજ ડે દ્વારા, લોકોને વારસાના મહત્વ, સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક મહત્વનો અહેસાસ કરાવવામાં આવે છે. આ દિવસને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો, સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકોને હેરિટેજના મહત્વ વિશે જાગૃત કરવામાં આવે છે. આ સાથે, આ દિવસ ખાસ કરીને હેરિટેજ સંરક્ષણ અને પ્રમોશન માટે કામ કરતા લોકોનું સન્માન કરવાની તક પણ પ્રદાન કરે છે. વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે જાણીએ વિશ્વની સૌથી પ્રખ્યાત હેરિટેજ વિશે.

વિશ્વભરમાં પ્રસિદ્ધ ઇમારતો અને કુદરતી સ્થળોના સંરક્ષણની દરખાસ્ત સૌપ્રથમ 1968માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જેને સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય સમિટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સ્તરે ઉજવવાનો પ્રસ્તાવ વર્ષ 1982માં આવ્યો હતો. આગલા વર્ષે એટલે કે 1983માં વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવા માટે સત્તાવાર માન્યતા આપવામાં આવી. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા 18 એપ્રિલ 1982ના રોજ ટ્યુનિશિયામાં પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડેની થીમ છે – Discover and experience diversity આનો અર્થ છે વિવિધતાને શોધો અને અનુભવો.

દરેક દેશમાં કોઈને કોઈ ઈમારત હોય છે જે તેની ભવ્યતાનું પ્રતિક છે. આ ઇમારતો દ્વારા જ તે દેશની કલા, સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રગટ થાય છે. આ હેરિટેજ સાઇટ્સ છે જે માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધને પ્રતિબિંબિત કરે છે અને માનવ સંસ્કૃતિના વિકાસની વાર્તા પણ કહે છે. આવનારી પેઢીઓને જૂના સમયનો પરિચય કરાવવામાં પણ આ બાબતોનું ઘણું મહત્વ છે.

વિશ્વભરમાં કુલ 1199 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. જેમાંથી 933 સાંસ્કૃતિક સ્થળો છે, 227 કુદરતી સ્થળો છે અને 39 મિશ્ર સ્થળો છે. અને 56 હેરિટેજ સાઈટ જોખમી યાદીમાં સામેલ છે.