Site icon Revoi.in

વિશ્વ કઠોળ દિવસ: કઠોળ પોષક તત્ત્વોની ઉણપને લગતી બીમારીઓથી બચાવ માટેના જરૂરી ખનિજતત્વો શરીરને પુરા પાડે છે

Social Share

આજે વિશ્વ કઠોળ દિવસ ઉજવામાં આવી રહ્યો છે.આ વર્ષે “કઠોળ : ધરા અને માનવજાતનું પોષક” ની થીમ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવાશે. આજના આધુનિક અને ઝડપી યુગમાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી જતાં રોજિંદા ખોરાકમાં કઠોળનો ઉપયોગ ઘટ્યો છે. પરિણામે શરીરને પૂરતું પોષણ ન મળતાં બાળકો અને યુવાનોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થઇ રહી છે ત્યારે વિવિધ કઠોળનો ભોજનમાં સમાવેશ કરવાથી એનિમિયા જેવી અન્ય પોષક તત્ત્વોની ઉણપને લગતી બીમારીઓથી બચાવ માટેના જરૂરી ખનિજતત્વો શરીરને પુરા પાડે છે શરીરને આપે છે કઠોળ માનવજાત માટે માત્ર ખોરાક જ નથી, પરંતુ જમીનને પણ સ્વસ્થ રાખે છે.
કઠોળ ઉગાળવાથી જમીન ઉત્પાદકતા વધે છે અને ખેતી પ્રણાલીમાં સ્થિતિ સ્થાપકતા, ખેડૂતો માટે સારું જીવન અને યોગ્ય ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.લોકો ખોરાકમાં કઠોળને સામેલ કરે તે માટે કઠોળ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઉજવણી કરાય છે. વર્ષ 2019 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૧૦ ફેબ્રુઆરીને “વિશ્વ કઠોળ દિવસ” તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો ત્યારથી સમગ્ર વિશ્વમાં “વિશ્વ કઠોળ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.